તળાજાના ખંઢેરા ગામે ચૂંટણી બની લોહિયાળ, સભ્યનો પગ ભાંગી નાખ્યો
ભાવનગર જિલ્લાના તળાજા ના ખંઢેરા ગ્રામ પંચાયત ની ચૂંટણી મા તાજેતરમાં ચૂંટાયેલા સભ્ય ઉપર આજે ગામના ત્રણ ઈસમો એ હુમલો કરી બોથડ હથિયાર ના ઘા માર્યા હતા.જેમાં ગ્રામ પંચાયતના સભ્ય ને ફેક્ચર સહિતની ઇજાઓ થવા પામી છે.ઇજાગ્રસ્ત નો આરોપ છેકે મારા ઘરે ધમકી દેવા બે ઈસમો આવ્યા હતા તેમની વિરુદ્ધ દાઠા પોલીસ મા ફરિયાદ નોંધાવી કડક પગલાં ભરવા અને પ્રોટેક્શન આપવા કહ્યું હતું કારણકે અમોને હુમલા ની દહેશત હતી.પોલીસે તેમ ન કરતા આજે પરિણામ ગંભીર આવ્યું છે.
દાઠા પોલીસ મથક વિસ્તારના ગામડામા ગુંડાગીરી વકરી રહી હોવાનો બનાવ આજે ખંઢેરા ગામેથી સામે આવ્યો છે. ગ્રામ પંચાયત મા ચૂંટાયેલા સભ્ય યોગેશ રામજીભાઈ વળિયા ઉ.વ.27 એ ગઈકાલે દાઠા પોલીસ મથકમાં ગામના વિજયસિંહ મહિપતસિંહ રાઠોડ અને અરવિંદ જીણાભાઈ બારૈયા ઘરે આવી ફરિયાદી ના માતા ને યોગેશ ને કહી દેજો વેકરો કાઢવાનો જ છે,બીજા નો હાથો ન બને,ઘરમાજ રાખજો નહિતર મારી નાખવા ની ધમકી આપ્યા ની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આજે બપોરે 1 વાગ્યા આસપાસ ગ્રામ પંચાયત ના સભ્ય યોગેશ વળિયા વાડી નજીક હતા તે સમયે ફરિયાદ મા નોધાવેલ બે ઈસમો સાથે અશોક ઢાપા એમ ત્રણ વ્યક્તિ એ મળી હુમલો કર્યો હતો.
ઇજાગ્રસ્ત એ જણાવ્યું હતુ કે આ ત્રણેય એ મળી હથિયાર વડે મૂંઢ અને લોહિયાળ માર મારેલ.સાથે ખીસામાં રહેલ મોબાઈલ અને રોકડ વીસેક હજાર લઈ ગયા હતા. ગ્રામ પંચાયત ના સભ્યને પગના ભાગે ફેક્ચર હોય સરકારી હોસ્પિટલથી રીફર કરવામાં આવ્યા હતા.યોગેશ વળિયા એ વધુમાં જણાવ્યું હતુ કે આ વખતે જેટલા સભ્ય બન્યા છે તે તમામ ને મારવાના છે,લાંબા સમય થી દરિયાની રેતી નું ખનન કરે છે તે કરવાના જ છીએ,આજે આ હાલત કરી છે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.