સોલડી ટોલનાકા પાસે ટ્રક ડ્રાઇવર પાસે ખંડણી માંગી અજાણ્યા શખ્સાએ માર મારતા ડ્રાઈવરોએ હાઇવે બ્લોક કર્યો
પાંચ કલાક સુધી ચાલેલી ધમાલ બાદ મામલો થાળે પડ્યો, ખંડણીખોરો પોલીસ ખાતાના કે અસામાજિક ત્તત્વો?
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક ટોલનાકા પર ટ્રક ચાલકને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા માથાના ભાગ પર ગંભીર ઇજાહો પહોંચાડીને નાસી છૂટ્યા હતા જેના પગલે વિફરેલા ટ્રક ચાલકો દ્વારા હાઇવે બ્લોક કરવામાં આવતાપોલીસ ઘટના સ્થળે પહોંચી પાચ કલાક બાદ હાઈવે ખુલો કરાવ્યો હતો. ત્રણ અજાણયા શખ્સોએ ટ્રક ચાલક પાસેથી 500 રૂપિયાની ખંડણી માંગી પૈસા નહીં આપતા મારમાર્યાની ઘટના બની છે ત્યારે આ ખંડણી માંગનાર શખ્સો પોલીસના હતા કે આ વિસ્તારના અસામાજિક તત્વો તે અંગે ભારે ચર્ચા જાગી છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક ટોલનાકા પર કોઈ અજાણા શખ્સો દ્વારા ટ્રક ચાલકને ઉભો રાખી અને ટ્રક ચાલક પાસેથી રૂા.500ની માંગણી કરી મગજમારી કરતા અજાણ્યા શખ્સો ટ્રક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી લોહી લુવાણ હાલતમાં માર મારીને નાસી છૂટ્યા હતા આ ઘટનાના પગલે ટ્રક ચાલકો દ્વારા ધાંગધ્રા હળવદ હાઇવે સોલડી ટોલનાકા નજીક હાઇવે બ્લોક કરીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જ્યારે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ટ્રાફિક દૂર કરવાના પ્રયત્નો હાથ ધરાયા હતા ત્યારે ટ્રક ચાલકોની એક જ માંગ છે કે જે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે શખ્સોની તત્કાલીક ધરપકડ કરવામાં આવે ત્યારબાદ જ ટ્રક ચાલકો પોતાના વાહનો હાઇવે પર રાબેતા મુજબ ચાલુ કરશે તેવી ટ્રક ચાલકોએ ચીમકી આપી હતી ત્યારે પોલીસ પણ મામલાને ટાઢો પાડવા માટે અનેક પ્રયત્નો હાથ ધરી રહી છે.
ડીવાયએસપી જે ડી પુરોહિત ની સમજાવટ બાદ પાચ કલાક બાદ હાઈવે ખુલો કરાયો હતો.આ ટોલનાકા ઉ5ર પોલીસની મીઠી નજર હેઠળ વાહન ચાલકો પાસેથી ખંડણી ઉઘરાતી હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે ત્યારે ઉચ્ચસ્તીરય તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવવાની શકયતા દર્શાવાઇ રહી છે.