ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જેતપુર યાર્ડના એજન્ટના રૂા.37.95 લાખના તલ લઇ ટ્રકચાલક ફરાર

11:53 AM Sep 29, 2025 IST | Bhumika
Advertisement

જૂનાગઢ યાર્ડમાંથી ખરીદી 800 કટ્ટા તલ ગ્વાલિયર રવાના કરેલા તલનો જથ્થો રસ્તામાં ગુમ

Advertisement

જેતપુર યાર્ડના કમિશન એજન્ટે જૂનાગઢ યાર્ડમાંથી ખરીદેલા રૂૂ. 37.95 લાખના સફેદ તલના 800 કટ્ટાનો સોદો કર્યા બાદ સફેદ તલનો જથ્થો ટ્રકમાં ગ્વાલિયર પહોંચાડવાનો હોય ટ્રક ચાલક રૂૂા.37.95 લાખના તલના જથ્થા સાથે ભાગી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેતપુર પંથકના બોરડી સમઢીયાળા ગામે રહેતા અને જેતપુર માર્કેટ યાર્ડમાં ભોલેનાથ ટ્રેડીંગ કંપનીના નામે કમિશન એજન્ટ તરીકે કામ કરતા હરેશભાઈ વલ્લભભાઈ પાઘડારે ગત તા.17-9-2025ના જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં જય સરદાર ટ્રેડીંગ પેઢી પાસેથી રૂૂા.39,15,000ની કિંમતના સફેદ તલના 800 કટ્ટાનો સોદો કરેલો અને જીએસટી સાથે કુલ રૂૂા.37,95,750થયા હતા. આ તલ મધ્યપ્રદેશના ગ્વાલીયરની શિતલ ઈન્ડસ્ટ્રીઝને વેચેલ હતા. હરેશભાઈએ ભાવનગર ઓફિસેથી આગ્રા અમદાવાદ ટ્રાન્સપોર્ટની ગાડી બાંધેલી અને વ્હોટસએપમાં ડ્રાઈવરના મોબાઈલ નંબર તથા ગાડીની આરસી બુકની વિગત મેળવી હતી.

ત્યારબાદ જૂનાગઢ યાર્ડમાંતા.16ના મોડી રાત્રીના બોડી ટાઈપ ટેઈલર ગાડી આવી ગયેલી અને તા. 17ના સફેદ તલના 800 કટ્ટા ભરી ડ્રાઈવર ગ્વાલીયર જવા રવાના થયો હતો. બાદમાં તા.21-9ના ડ્રાઈવરનો ફોન આવેલ અને કહેલ કે શેઠ આપ કા માલ બેચ રહા હૈ, મેં અપની જાન બચાકે ભાગા હું, આપ કે માલ કી ગાડી દુદુ મે હૈ. જેથી હરેશભાઈએ ભાવનગર ઓફિસ અને આગ્રા અમદાવાદ ઓફિસે ફોન કરીને તપાસ કરવાનું કહેતા ત્યાંથી ફોન આવેલ કે આ ગાડી દુદુ ખાતેથી નારાયણ મિશ્રા પાસેથી બાંધેલ હતી.

જેથી તેની સાથે વાત કરતા તેણે ગાડીના માલિક કનૈયાલાલ, યાદવના મોબાઈલ નંબર આપેલ હતા. બાદમાં કનૈયાલાલ સાથે વાત કરતા તેણે કહ્યું કે હું ગાડી પર પહોંચી ગયો છું અને માલ સહીસલામત છે. ડ્રાઈવર કોઈ લફડાબાજી કરકે ભાગ ગયા હૈ. તેણે વિડીયો કોલ કરીને ગાડી બતાવેલી પરંતુ આખી ગાડી બતાવી ન હતી. તેમજ ડ્રાઈવર અને નવી ચાવી લઈને ભાગી ગયો છે અને નવી ચાવી બનશે એટલે ગાડી લઈને નીકળીશ તેમ પણ કહ્યું હતું. ત્યારબાદ તા.22-9ના કનૈયાલાલને ફોન કરીને પૂછતા જવાબ મળ્યો કે ચાવી બની ગઈ છે અને ગ્વાલીયર જવા નીકળુ છું.

ત્યારબાદ કનૈયાલાલને ફરી ફોન કર્યો તો કહે કે મને ગાડી ચલાવતા આવડતી નથી અને ડ્રાઈવર મળે એટલે ગાડી લઈને નીકળીશું. બાદમાં હરેશભાઈ સતત કનૈયાલાલના ફોનથી સંપર્કમાં રહેલા અને તા.24ના જણાવાયું કે ગાડી સળગી ગઈ છે અને હું કાનપુર જતો રહ્યો છું. આજદિન સુધી કનૈયાલાલને ફોન કરતા ગોળગોળ જવાબ જઆપેલા હોવાથી અને તલની ગાડી ગ્વાલીયર શિતલ ઈન્ડસ્ટ્રીઝ કે પરત જૂનાગઢ નું પહોંચાડતા અંતે હરેશભાઈએ એ ડિવિઝન પોલીસમાં ટેઈલરના ડ્રાઈવર અને તપાસમાં ખૂલ્લે તે તમામ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

Tags :
crimegujaratgujarat newsJetpur yardJetpur yard agent
Advertisement
Next Article
Advertisement