જામનગરમાં ટ્રક ક્લીનર ઉપર જૂની અદાવતમાં હુમલો
જામનગરમાં ગુલાબનગર નજીક હુસેની ચોક માં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા સમીર ઇસ્માઈલભાઈ ગજીયા નામના 18 વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે, ગુલાબ નગરમાં રહેતા ફારૂૂકભાઈ આમીનભાઇ તથા અમીર હુસેન સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીની બહેન કે જે હાલ રીસામણે હોવાથી તે મામલે આરોપી અમીર હુસેન સાથે આજથી એક મહિના પહેલાં તકરાર થઈ હતી.જેનું મન દુ:ખ રાખીને ગઈકાલે આરોપીઓએ લાકડી સાથે ધસી આવી હુમલો કરી દીધો હતો. જેથી જામનગરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી છે. સમગ્ર મામલે પીએસઆઈ ડી. જે. રાજ તપાસ ચલાવી રહ્યા છે.
મોબાઇલની ચોરી
જામનગરમાં પ્રણામી સ્કૂલ નજીક રહેતી રંજનબેન નંદલાલભાઈ તેજવાણી નામની 37 વર્ષની યુવતી, કે જે તા 23.5.25 ના સવારે 9.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરથી પગપાળા ચાલીને જઈ રહી હતી, તે દરમિયાન કોઈ તસ્કરે તેમના પેન્ટના ખિસ્સામાંથી રૂૂપિયા 9,800 ની કિંમત નો મોબાઇલ ફોન ચોરી કરી લીધો હતો. જે બનાવ અંગે રંજનબેન દ્વારા જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.બી. સદાદિયા આ મામલે વધૂ તપાસ ચલાવી રહ્યા છે.