જામનગર લવાતા લાખોના દારૂ સાથે ટ્રક સેલવાસથી ઝડપાયો
354 પેટી સહિત રૂા. 53 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની અટકાયત : મગાવનાર ફરાર
વલસાડ જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા ગઈકાલે પારડીના ખડકી હાઈવે પર રામદેવ ધાબા નજીક વોચ ગોઠવી હતી. દરમ્યાન સુરત તરફ જઈ રહેલા ટ્રક નંબર જી.જે.32.ટી.5353ને અટકાવીને તેના ચાલક આશિફ કાસમભાઇ જોખીયા ની પૂછપરછ કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના ખાલી ડબ્બાનો જથ્થો ભરેલો હોવાનું જણાવ્યું હતું.
જોકે પોલીસને બાતમી પાક્કી હોવાથી પોલીસે તપાસ કરતાં ટ્રકના આગળના ભાગે ખાલી પ્લાસ્ટિકના ડબ્બાનો જથ્થો અને પાછળના ભાગે સંતાડેલી 354 નંગ ઈંગ્લીશ દારૂૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે પ્લાસ્ટિકના ડબ્બાનો જથ્થો અને દારૂૂની પેટીઓ ઉતારી હાથ ધરેલી ગણતરીના અંતે રૂૂ.43,03,000 લાખ નો દારૂૂ અને ટ્રક મળી કુલ રૂૂ.53.03 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો હતો.
ઉપરાંત ટ્રક ચાલક આશિફ કાસમભાઇ જોખીયા (ઉ.વ.32, રહે. સનસિટી.01 સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર) અને ક્લિનર રઇશ હનીફભાઇ બલોચ (ઉ.વ.34, રહે.સિલ્વર સોસાયટી, ખોજા નાકા નજીક, જામનગર) ની અટકાયત કરી હતી. જે બંનેની પૂછપરછ કરતા પાંચ દિવસ અગાઉ જામનગર ખાતે રહેતા વસીમ યુસુફ દરજાદા દ્વારા ફોન કરી સેલવાસથી ટ્રકમાં દારૂૂ ભરી જામનગર લાવવાનું જણાવી એક ટ્રીપના રૂૂ.20,000 આપવા જણાવ્યું હતું. ચાલક અને ક્લિનર ટ્રક લઈને સેલવાસ પહોંચી દારૂૂ ભરીને તે જથ્થો જામનગર લઇ જવાતો હોવાનું જણાવ્યું હતું. આથી પારડી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી જામનગર લિસ્ટેડ બુટલેગર વસીમ દરજાદાને વોન્ટેડ જાહેર કર્યો છે.