પંચાયતનગરમાં 9 લાખની ચોરી કરનાર ત્રિપુટી રિમાન્ડ ઉપર : ઘટનાનું રીકન્સ્ટ્રકશન
શહેરના પંચાયતનગરમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ રાજકોટ પોલીસે ઉકેલી નાખ્યો છે. રાજકોટથી ચોરી કરીને રાજસ્થાન ભાગી છુટેલી ટોળકીને ક્રાઈમ બ્રાંચ, એલસીબી ઝોન-2 અને યુનિવર્સિટી પોલીસે ઝડપી લઈ રૂા.7.55 લાખનો મુદ્ધામાલ કબજે કર્યો હતો. આ ત્રિપુટીને બે દિવસના રિમાન્ડ ઉપર લઈ પોલીસે પુછપરછ શરૂ કરી છે ત્યારે સમગ્ર ઘટનાનું યુનિવર્સિટી પોલીસ રિ ક્ધટ્રકશન કરાવ્યું હતું. જેમાં ચોરી કરીને 15 કિલોની તિજોરી લઈ આ તિજોરીને કયાં કાપવામાં આવી ? તે સહિતની બાબતો પોલીસે તપાસ કરી છે.
મળતી વિગતો મુજબ શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયતનગરમાં ચોરીનો બનાવ બન્યો હતો અને નવ લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઈ હતી. પંચાયતનગર શેરી નં.2માં રહેતા કમલેશભાઈ ખોડીદાસભાઈ મહેતા (ઉ.66)ના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. અને મકાનમાંથી સોનાની હિરાજડીત બંગળી, ચેઈન, પેન્ડલ સહિત મકાનના ઓરીજનલ દસ્તાવેજ તેમજ 1100 અમેરિકન ડોલર અને બે પાસપોર્ટ સહિત રૂા.9.06 લાખની મત્તા ચોરી ગયા હતાં. આ ચોરીમાં સંડોવાયેલા રાજકોટમાં છેલ્લા 12 વર્ષથી રહેતા મુળ રાજસ્થાનના અગ્રારામ વરજોંગારામ ચૌધરી અને તેની સાથેના કમલેશ ફુલારામ માલી અને અરવિંદસિંગ મહોબતસિંગ ચૌહાણની રાજસ્થાનના સિરોહિથી ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ ઉપર પુછપરછ શરૂ કરવામાં આવી છે.
આ ત્રિપુટી પાસે સમગ્ર ઘટનાનું રિ ક્ધટ્રકશન કરાવવામાં આવ્યું હતું અને 15 કિલોની તિજોરી ચોરીને આ ત્રિપુટી કયાં ગઈ ? અને તિજોરી કાંપીને મુદ્દામાલ કઈ રીતે બહાર કાઢયો ? તે સહિતની બાબતો ઉપર પોલીસે તપાસ શરૂ કરી છે.