રીબડા નજીક બે કારખાનામાં થયેલી રૂ. 1.20 લાખની ચોરીમાં ત્રિપુટી ઝડપાઇ
રાજકોટ અને ગોંડલના ત્રણ શખ્સોએ વાંકાનેરમાં બાઇક ચોરી કર્યાનું ખુલ્યું
ગોંડલ નજીકના રીબડા પાસે આવેલા સમૃદ્ધિ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં બે કારખાનામાં થયેલી રૂૂ.1.20 લાખની ચોરીમાં પોલીસે સીસીટીવીના આધારે ઉકેલી નાખી રાજકોટ અને ગોંડલના ત્રણ શખ્સોની બાતમીના આધારે ભોજપરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી રીક્ષા તથા બાઈક લઈ ચોરીનો સાથે ધરપકડ કરી હતી. રાત્રીના સમયે રિક્ષામાં આવેલી તસ્કર ત્રિપુટીએ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં અંબિકા ટાઉનશીપમાં સિદ્ધિ હાઇટ્સમાં રહેતા વેપારી પારસ સુરેશભાઈ મકવાણા દ્વારા ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે રીબડા પાસે સમૃદ્ધિ ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં ગંગા ફોગ નામના કારખાનામાં તેમજ બાજુમાં આવેલા નરેન્દ્રભાઈના કારખાનામાં પણ તસ્કરોએ ઘૂસી 600 કિલો જેટલી વજનની લોખંડની પ્લેટ ચોરી કરી ગયા હતા. રાત્રિના રિક્ષા લઈ આવેલા 3 અજાણ્યા શખસોએ ફરિયાદીના કારખાનામાંથી અલગ અલગ સામાન સહિત કુલ રૂૂપિયા 1 લાખની મત્તા તથા બાજુમાં આવેલા કારખાનામાંથી લોખંડની પ્લેટ 600 કિલો કિંમત રૂૂપિયા 20,000 મળી કુલ 1.20 લાખની મત્તા ચોરી કરી ગયા અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ચોરીના બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બાતમીના આધારે ભોજપરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી રીક્ષા તથા બાઇક લઈ ચોરીનો માલસામાન વેચવા નિકળેલા તસ્કરો રાજકોટ કોઠારીયા રોડ રહેતા મુન્નાભાઈ લાખાભાઈ વાળા, સંજયભાઈ સગરામભાઈ પરમાર અને ગોંડલના ગોવિંદભાઇ ઉર્ફે તોતળો રમેશભાઈ પરમારને ચોરાઉ માલસામાન સહિત 3.10 લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા હતા. તથા તેમની પાસેથી મળેલું બાઈક વાંકાનેરથી ચોરી કર્યાનું ખુલ્યું હતું. પોલીસે પ્રોબેશન આઈપીએસ ડો.નવીન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ કુંદનભાઇ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,રૂૂપકભાઇ બોહરા, જીતેન્દ્રસિંહ વાળા, રમેશભાઇ વાવડીયા, રવિરાજસિહ વાળા, સંજયભાઇ મકવાણા, ભગીરથભાઇ વાળા,રણજીતભાઇ ધાધલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.