For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બંગાળમાં તૃણમુલ નેતા રઝાક ખાનની હત્યા

05:48 PM Jul 11, 2025 IST | Bhumika
બંગાળમાં તૃણમુલ નેતા રઝાક ખાનની હત્યા

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભાંગરમાં ગુરુવારે મોડી રાત્રે સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા રઝાક ખાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.

Advertisement

અજાણ્યા હુમલાખોરોએ પહેલા રઝાક ખાનને ગોળી મારી અને પછી તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેમની હત્યા કરી દીધી. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. પોલીસે આ મામલાની તપાસ શરૂૂ કરી છે અને આરોપીઓની શોધમાં દરોડા પાડી રહ્યા છે.ઘટનાની પુષ્ટિ કરતા કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે ખાન પર સિરિસ્તાલા નજીક પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો.તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ મામલાની ઔપચારિક તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement