ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રૈયા રોડ પર કવરની ડીલિવરી કરવા ગયેલા પોસ્ટમેનને ટ્રાવેલ્સ સંચાલકે મુક્કો માર્યો

04:58 PM Jan 24, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રૈયારોડ પર ધર્મન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ખાતે પાર્સલ આપવા ગયેલ પોસ્ટમેનને પ્રોપરાઇટર મયંક ખજૂરીયાએ પાર્સલ મામલે ઝઘડો કરી પોસ્ટમેનને નાક પર મુક્કો મારતાં લોહીલુહાણ કરી નાંખી ફરજમાં રૂૂકાવટ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.આ બનાવ અંગે એરપોર્ટ દિવાલ પાસે શાહનગર શેરી નં.4/5 ના કોર્નર પાસે રહેતાં કિરણદાસ જાનકીદાસ દુધરેજીયા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધર્મન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રોપરાઇટર મયંક ખજૂરીયાનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રૈયા રોડ પોસ્ટ ઓફીસમાં પોસ્ટમેન તરીકે છેલ્લા ચારેક મહીનાથી ફરજ બજાવે છે. ગઈકાલે સવારના સમયે તે સ્પીડ પોસ્ટ્સનું એક કવર ડીલેવરી કરવા માટે રૈયા રોડ પર અલ્કાપૂરી કોર્નર નજીક ઘરમન ટુર્સ એન્ડ ટાવેલ્સ અલ્કેશશ્વર ખાતે ગયેલ હતાં. ત્યા હાજર મંયક ખજુરીયાએ પોતાના નામની ઓળખ આપી આ ટુર્સ એન્ડ ટાવેલ્સ મારુ જ છે, તેમ કહેલ જેથી તેમને કહેલ કે, આ કવર ઘરમન ટુર્સ એન્ડ ટાવેલ્સ ના નામે છે તમારા નામે નથી જેથી રીસીવ કોપીમાં તમારા ટુર્સ એન્ડ ટાવેલ્સનો સિક્કો મારી તમારી સહી કરી આપો તેમ વાત કરતા મંયક ખજુરીયા ઉશ્કેરાઈ ગયેલ અને કહેવા લાગેલ કે, હવે સિક્કાવાળી નો થા માં, તારા બાપની પેઢી છે, તેમ કહી તેઓની કાયદેસરની ફરજમા રુકાવટ કરી હતી.તેમજ ડીલેવરી સ્લીપ સહી ન કરી આપી ગાળો કાઢી ઢિકા પાટુનો મુઢમાર મારી એક મુકો નાક પર લાગતા નાકમાંથી લોહી નિકળવા લાગેલ અને ઝપાઝપીમાં તેઓએ પહેરેલ નંબર વાળા ચશ્મા પણ તૂટી ગયેલ હતાં. બાદમાં તેઓને 108 મારફત સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Tags :
attackcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement