રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલની શિવમ રેસિડેન્સીના એકસાથે પાંચ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા: હજારોની મતા ચોરાઇ

12:22 PM Aug 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અગાઉ પણ 15 મકાનોમાં ત્રાટક્યા’તા તસ્કરો: ફફડાટ

કેટલાક સમયથી ગોંડલને રેઢુપડ માની તસ્કરો વિવિધ વિસ્તારોમાં તસ્કરી કરી રહ્યાની બુમ ઉઠવા પામી છે. નવા માર્કેટ યાર્ડની પાછળ આવેલ શિવમ રેસિડેન્સિમાં તસ્કરોએ પાંચ મકાનમાં તસ્કરી કરી તરખાટ મચાવ્યો છે.
બે મકાનમાં તસ્કરોને દલ્લો હાથ લાગ્યો હતો.બાકીનાં ત્રણ મકાનમાં કોઈ વસ્તુ હાથ નહી લાગતા સામાન વેરવિખેર કરી તસ્કરો નાશી છુટ્યા હતા. બનાવ અંગે પોલીસ ને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરીછે.
પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીનાં શિવમ રેસીડેન્સી માં આવેલા બ્લોક નં.140,145, 240, 245 ઉપરાંત અન્ય એક બ્લોકમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં દર્શનગીરીનાં મકાન માંથી અંદાજે રૂા.12000 રોકડા અને સોનાનાં દાગીનાની ચોરી થઈ છે.

મોહીતભાઈનાં મકાનમાંથી પણ રોકડ તથા સોનાનાં દાગીનાની ચોરી થઈ છે. જ્યારે અન્ય મકાનમાં તસ્કરોને ફોગટનો ફેરો સાબીત થયો હોય કંઈ નહી મળતા સામાન વેરવિખેર કરી તસ્કરો નાશી છુટ્યા હતા.જોકે ચોરીની ઘટના અંગે હજુસુધી પોલીસ ફરિયાદ થઈ નથી.આ રેસીડેન્સી માં અગાઉ એકજ રાત માં પંદર મકાનોમાં ચોરીની ઘટના બની હતી. હજુ મહીના પહેલા અડીને આવેલી શ્રીજી સોસાયટીમાં પણ પાંચ મકાનો માં ચોરી થઈ હતી.આ વિસ્તારમાં અવારનવાર તસ્કરો ત્રાટકી મકાનોને નિશાન બનાવતા હોય લતાવાસીઓ એ સઘન રાત્રી પેટ્રોલીંગ ની માંગ કરી પોલીસ તંત્ર ની ઢીલી નીતી સામે રોષ વ્યક્ત કર્યો છે.

Tags :
crimegondalgondal newsgujaratgujarat newsShivam Residency
Advertisement
Next Article
Advertisement