ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઈવમાં બાઈકમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ

12:43 PM Mar 15, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈ રાતે દરેડ બાયપાસ ચોકડી નજીકના વિસ્તારના વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક બાઈકમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી પકડાઈ હતી.

ટ્રાફિક શાખા ના પીએસઆઈ એ.એચ.ચોવટ અને તેમની ટીમ ગઈ રાત્રે દરેડ બાયપાસ રોડ પર એપલ ગેટ નજીકના વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી, જે દરમિયાન એક બાઈક ને અટકાવીને તેની તલાસી લેતાં તેમાંથી ઇંગ્લિશ દારૂૂની ચાર નંગ બાટલીઓ મળી આવી હતી.

બાઇક ચાલકને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રાજુ મઘોડિયા હોવાનું અને દરેડ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોતે ઇંગ્લીશ દારૂૂ આયાત કરીને લઈ જતો હતો, જે દરમિયાન પોલીસના હાથે પકડાઈ ગયો હતો. જેની સામે દારૂૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને બાઈક તેમજ દારૂૂ વગેરે કબજે કરાયા છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement