ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જીએસટીના દરોડામાં એકાઉન્ટ ફ્રીઝ થતાં વેપારીઓને ફસાવ્યા

05:08 PM Apr 09, 2025 IST | Bhumika
Advertisement

એકાઉન્ટ માંથી નાણાકીય વ્યવહાર બંધ થતાં રાજકોટ, સુરત, જામનગર, કાલાવડ, હિંમતનગર ,ગાંધીનગર, વલસાડ, અમદાવાદમાં નવા એગ્રીમેન્ટ કર્યા

Advertisement

રાજકોટની ધર્મભક્તિ નામની પેઢીના વેપારી હીરેન દીલીપભાઇ પટેલને મહારાષ્ટ્રના 19 શખ્સોએ હળદરની ખેતીમાં ત્રણ વર્ષમાં 164 કરોડના વળતરની લાલચ કરેલી રૂૂ.64.80 કરોડની છેતરપીંડીમાં સંડોવાયેલ થાણેના ઓઝોન વેલી બીલ્ડીંગ જુનો મંબઇ પુણે રોડ પાર્સીક નગર કાલવાના હર્ષલ મહાદેવરાઓ ઓઝે ( ઉવ. 49) થાણેના એ-204 ગ્રીન એકર-1 વાઘબીલ નાકા જીબીરોડ વિજયનગરી સેન્ડોઝ બાગમાં રહેતા વૈભવ વિલાસ કોટલાપૂરે ( ઉવ. 51), એ-102 શ્રી મોર્ય દર્શન બીલ્ડીંગ બેરેજરોડ એનજી સ્કુલની બાજુમાં રમેશવાડી બદલાપુર પશ્ચિમ અંબરનાથ થાણેના પ્રવીણ વામન પથારે (ઉવ. 39)ની ધરપકડ કરી ચારેય ના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આ એઅ.એલ.પી.માં ઓગષ્ટ-2022 માં જી.એસ.ટી.નો દરોડો પડ્યો હોય સંદેશ ખામક,હીરેન પટેલ અને વૈભવ કોટલાપરા જેલમાં ગયેલ હતા અને જી.એસ.ટી.વિભાગ તરફથી કંપનીનુ બેન્ક એકાઉન્ટ ફીઝ કરી નાખેલ હતુ.જેથી તમામ નાણાકીય વ્યવહાર બંધ થઇ ગયેલ. જેથી કંપની તરફથી જે જે જગ્યાએ ફાર્મીંગ નવા ફાર્મીંગ કોન્ટ્રાક સાઇન કરેલ હતા તે ચાલુ થઇ શકેલ નહી અને જે ચાલુ હતા તેમને પેમેન્ટ ચુકવેલ અને માર્ચ -2023 માં મહારાષ્ટ્ર થાણે કાસારવડવલી પોલીસ સ્ટેશન કંપની વિરૂૂધ્ધમાં એફ.આઇ.થયેલ જેથી સંદેશ ગણપત ખામકર,પ્રસાંત ગોવિંદરાઓ ઝાડે તથા સંદીપ ચિંતામણ સામંત જેલમાં ગયેલ બાદ મહારાષ્ટ્ર પુણે ચતુશ્રૃંગી પોલીસ સ્ટેશન, એમરેલી, વડોદરા, વિગેરે જગ્યાએ કંપની વિરૂૂધ્ધ ગુન્હા દાખલ થયેલ જેથી ફરીયાદીને પેમેન્ટ ચુકવી શકેલ નહી. આરોપીઓ દ્રારા ગુજરાતમાં રાજકોટ, સુરત, જામનગર, કાલાવડ, હીંમતનગર ,ગાંધીનગર, વલસાડ, અમદાવાદ વિગેરે જગ્યાએ હળદરની ખેતી કોન્ટ્રાક્ટ ફાર્મીંગ એગ્રીમેન્ટ સાઇન કરી એડવાન્સ પેમેન્ટ રૂૂપીયા મેળવી લઇ પ્રોજેકટ પુરા નહી કરી રૂૂપીયા ઓળવી ગયેલનુ જાણવા મળેલ છે.

------

 

 

Tags :
crimeGST raidgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement