કલ્યાણપુરમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેકટર ઝડપાયું
11:37 AM Mar 21, 2025 IST
|
Bhumika
Advertisement
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વજસીભાઈ પોસ્તરિયા તેમજ સુમાતભાઈ વારોતરીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાંબા બંદર દરિયા કાંઠા વિસ્તારમાંથી જી.જે. 03 ડી.ડી. 6804 નંબરના એક ટ્રેક્ટરને અટકાવીને ચેકિંગ કરતા આ ટ્રેક્ટરની ટ્રોલીમાં દરિયાઈ રેતી હોવાનું ધ્યાને આવ્યું હતું. જે અંગેના કોઈ આધાર પુરાવા તેની પાસે ન હતા.
Advertisement
આ રીતે અનઅધિકૃત રીતે રેતી ભરેલું આ ટ્રેકટર પોલીસે કબજે લઈ, અને ટ્રેક્ટરના ચાલક કનૈયા અરજણભાઈ ચાવડા (રહે. લાંબા, તા. કલ્યાણપુર) સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Next Article
Advertisement