થાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપી
થાનગઢમાં વ્યાજ ખોરોએ થાનના રહીશના ઘરમા જઇ મહિલાઓ એકલા હતા ત્યારે ધમકી આપી હતી.જ્યારે 10 લાખ વ્યાજસહિત રકમ વસુલવા મકાનનો દસ્તાવેજ કરી આપવા ધમકી આપી જાનથી મરીનાંખવાનુ જણાવતા ફરીયાદ નોંધાવાઇ હતી. આ બનાવની મળતી વિગત મુજબ જોગ આશ્રમ પાછળ વિસ્તારમાં રહેતા 80 વર્ષીના કંચનબેન મહેન્દ્રભાઈ સવાડીયા પોતાના પરિવાર સાથે 40 વર્ષથી રહે છે.
તેના પરિવારના પુત્રને મહેન્દ્રભાઈ શિવાભાઈ સવાડીયા પોતાના માતા પિતા અને બે પુત્ર સાથે વર્ષોથી વસવાટ કરી રહ્યા છે.તેમની પાસે વ્યાજ ખોરોએ નાણા માંગતા ઓનલાઇન ફરીયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યા મુજબત તેઓ પોતાના નાના દીકરાને ધંધા માટે અમુક શખસો પાસેથી વ્યાજના પૈસા લેવામાં આવ્યા હતા. તેની વ્યાજ સહિત ઉઘરાણી કરવામાં આવતી હતી.
મહેન્દ્ર ભાઈએ જાહેર કર્યું હતું કે મારી પાસે કંઈ છે જ નહીં અને મારા દીકરાએ શું કર્યું મને કંઈ ખબર નથી, મેં તેને છાપામાં જાહેર નોટિસ પણ આપી દીધેલી છે અને તે ક્યાં ચાલી ગયો છે એ પણ મને ખબર નથી. છતાં દિવસેને દિવસે વ્યાજખોરનો આંતક વધી ગયો હતો. અને સાંજના સમયે થાનના સત્યરાજ ભાઈ ગોવાળિયા તેની સાથે આવેલ એક અજાણ્યા શખસ દ્વારા કેડમાં રિવોલ્વર જેવો હથિયાર પણ દેખાડવામાં આવ્યું હતું.
અને જણાવ્યુ કે તારો છોકરો પાર્થ ક્યાં છે તેણે 10 લાખ વ્યાજે આપેલા તેની વ્યાજ સહિત રકમ લેવાની છે એટલે આ મકાનનો દસ્તાવેજ કરી આપવાનો છે. 24 કલાક પછી મકાન ખાલી કરી દેવુ. આથી પરીવાજનો ભયભીત થઇ ગયા હતા અને મારી નાંખવાની ધમકી આપ્યાની ઓનલાઇન ફરીયાદ નોંધાવી હતી. આ બનાવની સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ અંગે થાન પીઆઇ વી.કે.ખાંટે જણાવ્યુ કે ઓનલાઇન અરજી આવી છે અરજદારને રૂૂબરૂૂ બોલાવાશે તે જેપ્રમાણે કહે તે મુજબ કાર્યવાહી કરાશે.