સગાઈ માટે 30 હજાર વ્યાજે લીધા 36,000 ચૂકવ્યા છતાં મુદ્લ, ચડત વ્યાજની માગણી કરી
જામકંડોરણાના યુવાને સોનાના બુટિયા, વીંટી ગીરવે મૂકી 10 ટકાના વ્યાજે પૈસા લીધા હતાં
ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલ મુહિમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વ્યાજખોરના ભોગ બનેલ વ્યકિતઓને સીધો ન્યાય મળે તેવા ઉદ્દેશથી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમનું સુચન જારી કરવામાં આવ્યા હતાં.
આ સુચન ના પગલે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ વિ.એમ ડોડીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમના આયોજન કરવામાં આવી રહ્યાં છે ત્યારે જામકંડોરણા ના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા વ્યાજ ચક્ર ની વિષ ફસાયેલા એક મજુર વ્યક્તિ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવ્યું હતું કે પોતાની સગાઇ વખતે જામકંડોરણા ના ગોકુલધામ રહેતો અને વ્યાજ વટાવ નો ધંધો કરતા પરેશ રાઘવાભાઈ કોયાણી પાસે થી 10 % વ્યાજના દરે થી 30,000 પોતાના મિત્ર પાસે થી સોનાના દાગીના ઉપર લીધાં હતાં એક વર્ષ ના 10% લખે તમને 36000 ભરી દીધાં છે. છ મહિનાનું વ્યાજ બાકી છે. જ્યારે સોનાના દાગીના પરત માંગ્યા તો આ વ્યાજખોરો પરેશ જણાવ્યું કે ‘પહેલાં મારી મુળ રકમ અને છે મહિના નું વ્યાજ ભરી જાય પછી તારા દાગીના મળશે નહીંતર દાગીના મળશે નહીં.
આ વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા અરજદાર ની અરજી ના પગલે જામકંડોરણા ના પોલીસ સ્ટેશન પીએસઆઇ વિ.એમ. ડોડીયા, એ.એસ.આઈ. મનજીભાઈ ચૌહાણ હેડ.કોન્સ. રામભાઇ રાડા દ્રારા ગુજરાત નાણાં ધિરાણ કરનારાઓ બાબતનો અધિનિયમ-2011 ની કલમ 40,42(ક)(ઘ) મુજબ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ તકે જામકંડોરણાના પીએસઆઇ વિ.એમ. ડોડીયા જણાવ્યું હતું કે વ્યાજખોરોના ચક્કર ફસાયેલા લોકોએ સામે આવીને પોલીસ ની મદદ લેવી જોઈએ