‘આજે ટાંટિયા ભાગી નાખવા છે,’કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલો
કુવાડવાના જામગઢનો રમેશભાઇ સોમાભાઇ ઉતેડીયા (ઉ.વ.35) સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, તોફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં કુવાડવા પોલીસે રમેશભાઇની ફરિયાદ પરથી તેના મોટા ભાઇ છગન સોમાભાઇના જમાઇ બેડલાના રણજીત હેમતભાઇ મકવાણા અને ત્રણ અજાણ્યા વિરૂૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.રમેશભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે અમે છ ભાઇ બહેન છીએ જેમાં સૌથી નાનો ચનાભાઇ હયાત નથી. તેનાથી નાનો છગનભાઇ, તેનાથી નાનો હું, મારાથી નાનો સોમા, એ પછી કાળુ અને બાદમાં બહેન રંજુબેન છે. જેમાં કાળુ કુંવારો છે. હું મારા માતાને સાચવતો હોઇ જેથી ખેતીની બધી જમીન સાતેક વર્ષથી હું એકલો વાવુ છું. મારા બીજા ચારેય ભાઇઓનો આ જમીનમાં કોઇ હક્ક હિસ્સો આપ્યો ન હોઇ જેથી આ ભાઇઓ મારાથી નારાજ છે અને તેના કારણે મનદુ:ખ ચાલે છે.સવારે દસેક વાગ્યે હું ઘરેથી મારુ બાઇક હંકારી બારવણ ગામમાં કામ માટે ગયો હતો.
ત્યાંથી પરત ઘરે આવતો હતો ત્યારે ચાંચડીયા ગામના પાદરથી થોડે આગળ તળાવ પાસે પહોંચ્યો ત્યારે મારા મોટા ભાઇ છગનના જમાઇ રણજીત મકવાણા અને ત્રણ અજાણ્યા શખ્સો તેના બાઇક પર ઉભા હતાં. તેણે મને ઉભો રાખતાં મેં વાહન ધીમુ પાડતાં રણજીતે નજીક આવી-તું કેમ બધી જમીન એકલો વાવે છે, મારા સસરા કે તમારા બીજા ત્રણ ભાઇઓને કેમ ભાગ આપતો નથી? તેમ કહેતાં મેં કહેલું કે મારા ભાઇઓ મારા બાને સાચવતા નથી, મારા બા જીવે છે ત્યાં સુધી કોઇને હક્ક હિસ્સો મળશે નહિ તેમ કહેતાં રણજીત ઉશ્કેરાઇ ગયો હતો અને બીજા અજાણ્યા શખ્સોને તમે આને પકડી રાખો હું મોટરસાઇકલમાંથી પાઇપ લઇને આવું છું, આજે ટાંગા ભાંગી નાખવા છે તેમ કહેતાં અજાણ્યા શખસોએ મને પકડી લીધો હતો.બાદમાં રણજીત પાઇપ લઇને આવ્યો હતો અને તેણે તથા અજાણ્યાએ આડેધડ ઘા ફટકારતાં પગમાં ઇજાઓ થઇ હતી અને હું પડી ગયો હતો. ત્યાંથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. અહિ ડોક્ટરે નિદાન કરતાં ડાબા પગમાં બે ફેકચર હોવાનું જણાયું હતું.