આજે તો તારી ખેર નથી કહી બેડલા ગામના યુવાનને દોડાવી-દોડાવી માર માર્યો
રાજકોટ અમદાવાદ હાઈવે પર બેડલા ગામે રહેતા અને છૂટક મજૂરી કરતા જયંતીભાઈ વિકુભાઈ જખાણીયા(ઉ.વ.23) ને અગાઉના ઝઘડાનો ખાર રાખી તેમના કૌટુંબિક ભાઈ વિજય ઉર્ફે બાવો બાઘુ ભાઈ જખાણીયા,ગોપાલ બાઘુ અને કરણ જગદીશએ પાઇપ વડે હુમલો કરી મારમાર્યો હતો.આ અંગે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જયંતિભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.26/07ના સાંજના હું તથા મારી પત્ની ભારતી બંન્ને મારા ઘરેથી બેડલા ગામમા બોઘરાવદર રોડ પર આવેલ મંજુબેનની જય ખોડીયાર ટેઇલર્સ ખાતે કપડા સિવવા નાખેલ હોય જે લેવા માટે નીકળેલ હતો. અને આશરે છએક વાગ્યે બેડલા ગામમા જય ખોડીયાર ટેઇલર્સ પાસે પહોચેલ ત્યારે મારો કૌટુંબીક ભાઇ વિજય ઉર્ફે બાવો બાઘુ જખાણીયા તથા તેનો ભાઇ ગોપાલ બાઘુ જખાણીયા તથા કરણ જગદીશ જખાણીયા ત્રણેય ત્યા હાજર હતા, અને તેમા વિજય ઉર્ફે બાવાના હાથમાં એક પાઇપ હતો. જે ત્રણેય મારી પાસે આવેલ અને મને કહેવા લાગેલ કે તમે બધાએ મને ભેગા થઇ મારેલ હતો. આજે તુ એકલો છે.
ત્યારે હું પણ એકલો હતો. આજે તો તારી ખેર નથી. તેમ કહેવા લાગેલ અને ગાળો આપવા લાગેલ જેથી મે ગાળો આપવાની ના પાડતા આ વિજય ઉર્ફે બાવો કહેવા લાગેલ કે આજે તો તને જાનથી મારી નાખીશ તેમ કહી હાથમાં લોખંડનો પાઇપ લઇ મારી પાછળ દોડતા હું બાજુમાં આવેલ જય ખોડીયાર ટેઇલર્સ નામની દુકાનમાં અંદર જતો રહેલ ત્યા દુકાન વાળા મંજુબેન પણ હાજર હતા.
ત્યારે આ ત્રણેય મારી પાછળ પાછળ દુકાનમાં આવેલ અને હું આ મંજુબેનના મકાનની ઓસરીમાં પહોચતા વિજય ઉર્ફે બાવાએ મને માથામાં પાઈપનો ઘા મારેલ જેથી મારૂૂ માથુ ફુટી ગયેલ અને હું નીચે પડી જતા આ ત્રણેય મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ ત્યારે આ દુકાન વાળા મંજુબેનએ વચ્ચે પડી મને છોડાવેલ અને ત્રણેય જતા જતા મને કહેવા લાગેલ કે તુ ઘરની બહાર નીકળ તને જાનથી મારી નાખવો છે. તેમ કહેવા લાગતા હું ત્યાથી મંજુબેનના ઘરની પાછળથી નીકળી મુકાભાઇ વાણંદના ઘરે સંતાઇ ગયેલ અને ત્યાથી હું સંતાતો સંતાતો મારા ઘરે જતો રહ્યો હતો અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.