રાજકોટની યુવતીની સગાઇ તોડાવવા શખ્સે ઇન્સ્ટા.નું બોગસ આઇડી બનાવી સંબંધીને મેસેજ કર્યો
શહેરમાં રહેતી યુવતિની તાજેતરમાં થયેલ સગાઈ તોડવા તથા સમાજમાં બદનામ કરવા સુરેન્દ્રનગર જીલ્લાના શખસે ઈન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી સગા-સંબંધીઓને મેસેજ કર્યા હોવાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.આ ઘટનામાં પીઆઇ ગિલવા અને સ્ટાફે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ,80 ફુટ રોડ પરના વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતિએ સાયબર ક્રાઈમ પોલીસમાં સોમાસર ગામના યોગરાજ માનશીભાઈ ખાચર સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.15ના મારા સાસુનો મારી માતા પર ફોન આવ્યો અને કહ્યું કે કોઈ અજાણ્યા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ એકતાબા 07 માંથી તમારી દિકરીના નામે મારા દિકરાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું કે એન્ડ એને પણ મારાથી વધારે કોઈ નથી આતો પરિવારની ખુશી માટે તમારી હારે સગાઈ કરી લીધી બાકી ઈ આગળ જઈને પણ મારી હારે કોન્ટેકમાં જ રહેશે તેવા મેસેજો આવ્યા હતા.જેના સ્ક્રિોનશોટ મારા સાસુએ ભાઈને મોકલેલ હતા.બાદ મારા માસીયાયભાઈ તેમજ મારા મામાના દિકરાને પણ ઉપરોકત એકાઉન્ટમાંથી મેસેજ આવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે યોગરાજ માનસીભાઈ ખાચર(રહે.સોમસર ગામ ,સુરેન્દ્રનગર)નામના શખસ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.