ઢીંચડામાં અકસ્માતનો બદલો લેવા ઘરમાં ધુસી આંગ ચાંપી, ગામ છોડવા ધમકી
પરિવારને ધમકી આપ્યાની છ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ
જામનગર નજીક ઢીંચડા માં રહેતા એક સુમરા પરિવારના ઘર માં ઘુસી જઇ ખોળ મકાઈ વગેરેનો જથ્થો સળગાવી દેવા અંગે તેમજ સુમરા પરિવારને ગામ છોડી જવા માટે ધાક ધમકી આપવા અંગે ઢીંચડાના એક પરિવારના છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી યુવાનના ભત્રીજાએ વાહન અકસ્માતમાં આરોપીના ભાઈનું મૃત્યુ નિપજાવ્યું હોવાથી તેનો બદલો વાળવા ધમકી અપાયાનું પોલીસમાં જાહેર થયું છે.આ ફરિયાદ ની વિગત એવી છે કે જામનગર નજીક ઢીચડા ગામમાં રહેતા અને માલધારી તરીકે નો વ્યવસાય કરતા હુસેનભાઇ કાસમભાઈ ખફી નામના 44 વર્ષના સુમરા યુવાને પોતાના મકાનના તબેલામાં તાળું તોડી પ્રવેશ કરી લઈ અંદર રાખેલો ખોળ તેમજ મકાઈ વગેરેનો જથ્થો સળગાવી નાખી નુકસાની પહોંચાડવા અંગે, તેમ જ પોતાના સમગ્ર પરિવારને ગામ છોડીને ચાલ્યા જવા અંગે ધાક ધમકી આપવા અંગે ઢીંચડા ગામના અલ્તાફ ઈસ્માઈલભાઈ કોટાઈ, સબીર ઉર્ફે સક્કર જુમાભાઈ કોટાઇ, કાસમ મુસાભાઈ કોટાઈ, બસીર અલુભાઈ કોટાઇ, આરીફ ઈસ્માઈલભાઈ કોટાઈ, તેમજ રફીક ઉમરભાઈ કોટાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના ભત્રીજાએ ગત 17.6.2024 ના રોજ આરોપીના ભાઈ સાથે થાર જીપ અથડાવી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું.જે બાબતનું મનદુ:ખ રાખીને ઉપરોક્ત આરોપીઓએ તબેલામાં આગ ચાંપી દીધી હોવાનું તેમજ ધમકી આપ્યાનું જાહેર કરાયું છે. જે મામલે બેડી મરીન પોલીસ વધુ તપાસ ચલાવે છે.