રામનાથ પરામાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
04:34 PM Apr 14, 2025 IST
|
Bhumika
Advertisement
એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત
Advertisement
શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રામનાથ પરા શેરી નં.12માં રહેતા ફરદીન ફીરોઝભાઇ શેખ (ઉ.વ.27) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ફરદીન એકનો એક ભાઇ હોવાનો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે. વધુ તપાસમાં ગૃહ કલેશથી કંટાળી તેણે આ પગલુ ભરી લીધાનું ખુલ્વા પામ્યુ હતુ.