પતિએ તરછોડતા એકલવાયા જીવનથી કંટાળી પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
જુનાગઢની પરણીતાને દોઢ માસ પુર્વે પતિએ તરછોડી દેતા પરણીતા રાજકોટ આવી હતી . અને હુડકો ચોકડી પાસે કેશર હોટલમા કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતી હતી પરંતુ એકલવાયા જીવનથી કંટાળી પરણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જુનાગઢમા રહેતી મીનાબેન નવનીતભાઇ ચનુરા નામની 3પ વર્ષની પરણીતા રાજકોટમા હુડકો પોલીસ ચોકી સામે આવેલ કેશવ હોટલમા હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી.
પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી.
પ્રાથમીક પુછપરછમા મીનાબેન ચનુરાને પતિ નવનીત ચનુરાએ દોઢ માસ પુર્વે ઘરેથી કાઢી મુકી હતી.
બંને પુત્રો પણ ફોન કરીને તુ અમારી માતા નથી તેવા અપશબ્દો બોલતા હતા જેથી રાજકોટ આવેલી મીનાબેન ચનુરા છેલ્લા એક મહીનાથી કેશવ હોટલમા રોટલી વણી નોકરી કરતી હતી . અને પોતાનુ ગુજરાન ચલાવતી હતી પરંતુ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે આક્ષેપનાં પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.