ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિરાણી અઘાટમાં લુખ્ખાતત્ત્વોએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયા

04:13 PM Mar 06, 2025 IST | Bhumika
Advertisement

બાઇક પર આવેલા બે શખ્સોએ કેટરર્સમાં કામ કરતા યુવાનો સાથે માથાકૂટ કરી : પોલીસ આવી જતા બંન્ને ભાગી ગયા

Advertisement

રાજકોટ શહેરમા મારામારી અને લુખ્ખાગીરીની ઘટનાઓ વધી રહી છે. સોશ્યલ મીડિયા પર જાહેરમા મારામારી સહીતનાં બનાવો વાયરલ થતા જાય છે.

તેમજ આવી ઘટનાઓને લઇ પોલીસ દ્વારા કરવામા આવતા રાત્રી પેટ્રોલીંગ પર સવાલો ઉઠી રહયા છે ત્યારે શહેરનાં ઢેબર રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ વાળી શેરી વિરાણી અઘાટ વિસ્તારમા મોડી રાત્રે કેટરર્સમા કામ કરતા 3 યુવાનો પર બે શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આવી ઘટનામા ઘવાયેલા ત્રણેયને સારવાર માટે સિવીલ હોસ્પિટલે ખસેડવામા આવ્યા છે. તેમજ ભકિતનગર પોલીસે સિવીલ હોસ્પીટલે પહોંચી ઘવાયેલા ત્રણેય યુવાનોનાં નિવેદન લઇ ફરીયાદ નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ ઢેબર રોડ પર રાજકમલ પેટ્રોલ પંપવાળી શેરી વિરાણી અઘાટમા રહેતા ભેરૂલાલ રતનલાલ મેઘવાલ (ઉ.વ. 34) નામનાં યુવાને પોતાની ફરીયાદમા પોતાનાં મકાન પાસે બાઇક લઇને આવેલા બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે આ ઘટનામા ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે બંને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

ભેરૂલાલે ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ કેટરીંગનાં ધંધા સાથે સંકળાયેલા છે તેમજ રાત્રીનાં બારેક વાગ્યે પોતે પહેલા માળે ટીવી જોતા હતા ત્યારે રોડ પર દેકારો થતો હતો અને ત્યા 4 - પ જણા કેટરીંગ વાળા ઉર્ત્યા હતા તેમા પોતે તેમજ સંજય પારઘી, માનસીંગ રાઠોડ, વિક્રમસિંહ સીસોદીયા, શંકરભાઇ સોલંકી, જગદીશભાઇ પરમાર અને રાજુભાઇ પરમાર હતા. તેમજ નીચે ઉતરીને જોયુ તો ત્યા ભેરુલાલ સાથે કામ કરતો પ્રકાશ (ઉ.વ. ર9) સાથે ડબલ સવારી બાઇકમા આવેલા બે શખ્સો પ્રકાશ અને બીજા માણસો સાથે બોલાચાલી કરતા હતા. ત્યારબાદ આ બાઇક વાળાને ત્યાથી ભગાડી મુકયો હતો.

ત્યારબાદ પાંચ મિનીટ જેવો સમય થતા ફરીથી આ બાઇક ચાલક ડબલ સવારીમા ત્યા આવી પહોંચ્યો હતો અને બાઇક સ્લીપ થઇ જતા તેઓ ચાલીને ત્યા પહોંચી અને તેની પાસે રહેલી છરીનો ઘા પડખાનાં ભાગે ઝીકી દીધો હતો અને બીજો ઘા કપાળમા વચ્ચે માર્યો હતો. જેથી તેમની સાથેનાં પ્રકાશભાઇ વચ્ચે પડતા તેમને પણ માથામા આડેધડ 2 - 3 ઘા ઝીકી દીધા હતા તેમજ સંજય પારઘીને બાઇક પર આવેલા બીજા શખ્સો ઇંટ વડે માથામા ઘા ઝીકયો હતો ત્યારબાદ માનસિંગ રાઠોડે 100 નંબર તેમજ 108 મા વાત કરી ગાડી બોલાવતા 108 ત્યા પહોંચી ગઇ હતી અને તેમા ત્રણેય બેસી સિવિલ હોસ્પીટલે પહોંચ્યા હતા અને ત્યા સારવાર કરાવ્યા બાદ ભકિતનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી આ ઘટનામા બંને શખ્સોને ઝડપી કાયદાનુ ભાન કરાવવા તજવીજ શરૂ કરી છે.

Tags :
attackcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement