ઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને માતા-પુત્રી સહિત 3 ઉપર પાડોશી મહિલાઓનો હુમલો
શહેરની ભાગોળે આરટીઓ નજીક આવેલી શ્રીરામ સોસાયટીમાં ઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને ઝઘડો કરી માતા-પુત્રી સહિત 3 ઉપર પાડોશી મહિલાએ ધોકા-પાઇપ વડે હુમલો કરી મારમારતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે બિડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ શ્રી રામ સોસાયટી શેરી નં.11માં રહેતા મમતાબેન રાજુભાઇ પરમાર (ઉ.વ.33) તેની પુત્રી કિંજલ (ઉ.વ.12)અને મમતાબેનના સાસુ ભાનુબેન છગનભાઇ પરમાર(ઉ.વ.60) આજે સવારે ઘર પાસે હતા ત્યારે પાડોશી નાઝામીબેન, હિનાબેન અને ફરઝાનાબેનને ધોકા-પાઇપ વડે હુમલો કરી મારમારતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલચોકી ના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બિ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને માથાકૂટ કરતા હુમલો કર્યાનું જણાવ્યું હતુ.
-