ભગવતીપરામાં ત્રણ વાહનમાં તોડફોડ, મકાન પર પથ્થરના ઘા કર્યા
ગણેશનગરમાં રહેતા શખ્સે કહયું, અમે પ્રકાશ સાગઠિયાના માણસો છીએ 10 લાખ નહીં આપો તો હવે ઘરમાં તોડફોડ કરીશું : બે શખ્સો સામે ફરિયાદ
શહેરનાં ભગવતીપરા પુલ નીચે આવેલી આહીર સમાજની વાડી પાસે પાર્ક કરેલા બોલેરો અને બે સ્કુટરમા તોડફોડ કરી અને બાદમા મકાન પર પથ્થરનાં ઘા કરી મોરબી રોડ પર ગણેશ નગરમા રહેતા શખ્સ અને તેમના સાગ્રીતે યુવકને ધમકી આપી હતી તેમજ 10 લાખ રૂપિયા નહી આપો તો અમે તમારા ઘરમા તોડફોડ કરીશુ. તેમ કહેતા બી ડીવીઝન પોલીસ મથકમા બંને શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધી સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ ભગવતીપરા શેરી નં 1 આહીર સમાજની વાડી પાસે રહેતા રાજેશ બચુભાઇ મકવાણા નામના યુવાને મોરબી રોડ પર ગણેશ નગર ખાડામા રહેતા મોહીત ચમનભાઇ ગોહીલ અને તેમની સાથે આવેલા અજાણ્યા શખ્સ વિરુધ્ધ મિલકત નુકસાન, ધમકી અંગેની ફરીયાદ પોલીસમા નોંધાવી છે.
આ ઘટનામા હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજા તપાસ ચલાવી રહયા છે આ મામલે ફરીયાદ રાજેશભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે કુવાડવા રોડ પર માલીયાસણ ગામે તેઓ જુના ટાયર લે વેચનો ધંધો કરે છે અને ગઇ તા ર4 ના રોજ રાજેશભાઇ કામથી બહાર હતા ત્યારે રાત્રીના દોઢેક વાગ્યે પાડોશમા રહેતા સબંધી લક્ષ્મીબેન ઝાલાનો ફોન આવ્યો હતો કે તમારા બોલેરોમા બે શખ્સો છુટા પથ્થરનાં ઘા કરી નુકસાની કરે છે તેમાથી એક શખ્સ ગણેશનગરમા રહેતો મોહીત ચમનભાઇ ગોહીલ અને પોતે પ્રકાશ સાગઠીયાનાં માણસો છે તેવુ કહે છે.
ત્યારબાદ ફરીયાદી રાજેશભાઇ તુરંત ઘટના સ્થળે પહોંચતા આરોપીઓએ બોલેરોમા રૂ. 30 હજારની નુકસાની કરી હતી અને ત્યારબાદ આરોપીઓએ લક્ષ્મીબેનનાં મકાનમા પણ પથ્થરનાં છુટા ઘા કર્યા હતા અને બાદમા ત્યાથી નીકળી તેમની બાજુમા રહેતા માસીનાં દિકરા અમિતભાઇ ચાવડાનાં મકાન પર પણ પથ્થરનાં છુટા ઘા કરતા ઇલેકટ્રીક લાઇન અને બાથરુમનાં દરવાજાને નુકસાન થયુ હતુ.
ત્યારબાદ બંને આરોપી ત્યાથી નીકળી ગણેશનગર શેરી નં 4 મા ક્રિષ્ના ડેરી ફાર્મ બાજુ રહેતા મોટાભાઇ હરેશભાઇ મકવાણાનાં ઘરે ગયા હતા અને ત્યા દરવાજા પાસે પાર્ક કરેલ સ્કુટર અને એક બાઇકમા પણ પથ્થરનાં ઘા કરી તોડફોડ કરી હતી આ સમયે તેઓનાં માતા રાજીબેન ઘરની બહાર નીકળતા તેઓને ધકકો મારી બંને શખ્સોએ ઇજા કરી હતી તેમજ આરોપીઓ ફરીયાદી રાજેશભાઇનાં માતો કહેતા હતા કે રાજેશને કહી દેજો કે અમે પ્રકાશ સાગઠીયાનાં માણસ છીએ તેમને 10 લાખ નહી આપો તો હવે બધુ તોડી નાખીશુ અને રાજેશ બહાર નીકળશે તો જાનથી મારી નાખીશુ. આ મામલે બી ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ સુધીર રાણેની રાહબરીમા હેડ કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.