For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચુડાના કંથારિયાની સીમમાંથી જુગારધામ ઝડપાતા PI, PSI સહિત ત્રણ સસ્પેન્ડ

12:39 PM Feb 07, 2025 IST | Bhumika
ચુડાના કંથારિયાની સીમમાંથી જુગારધામ ઝડપાતા pi  psi સહિત ત્રણ સસ્પેન્ડ

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ચુડાના કંથારીયા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાતા એક્શન લેવામાં આવ્યું છે. જેમાં ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમાં એમ. આર. શેઠ - પીઆઈ, ચુડા એચ. એચ. જાડેજા - પીએસઆઈ અને ચુડા કરણસિંહ ભાડીયા સામે સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ છે.

મોટાપાયે જુગારધામ ચાલતુ હોવા છતા કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમજ LCBએ દરોડા પાડી 6 શખ્સોને દબોચ્યા હતા. ત્યારે ફરજમાં બેદરકારી બદલ ત્રણેય પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા (DSP) ડો.ગિરીશકુમાર પંડ્યા દ્વારા ચુડા પોલીસ મથકના પી.આઈ., પીએસઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી છે. સ્થાનિક પોલીસ મથકની હદમાં મોટા પાયે જુગાર ધામ ચાલતું હોવા છતાં કાર્યવાહી નહિ કરી ફરજમાં બેદરકારી દાખવતા સસ્પેન્ડ કરાયા છે.

Advertisement

ચુડાના કંથારીયા ગામની સીમમાંથી થોડા દિવસો પહેલા એલસીબી પોલીસે જુગાર રમતા બે મહિલા સહિત 6 શખ્શોને રોકડ, મોબાઈલ, કાર સહિત કુલ રૂૂ.6.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ ત્રણેય પોલીસ કર્મચારીઓ વિરૂૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં પી.આઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતાં પોલીસ બેડામાં ચર્ચા શરૂૂ થઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement