ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સૌરાષ્ટ્રમાં સોનાની દુકાનોને ટાર્ગેટ બનાવતી ટોળકીના ત્રણ તસ્કરો ઝડપાયા

12:07 PM May 09, 2025 IST | Bhumika
Advertisement

કેશોદમાં ચોરીની ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ પોલીસે ઉઠાવી લીધા : 5.22 લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement

કેશોદ પોલીસ ને માહિતી મળી હતી કે કેશોદના સોની બજારમાં શંકાસ્પદ હિલચાલ કરતાં ત્રણ ઈસમો રેકી કરી રહ્યાં છે વર્ણન મુજબના ત્રણ અજાણ્યા ઈસમો નજરે ચડતાં ત્રણેય ઈસમો ની પુછપરછ હાથ ધરવામાં આવતાં રાહુલભાઈ ભીમાભાઈ પરમાર ઉમર વર્ષ 22 રહેવાસી બડોદર રોડ પાતાળ કુવા પાસે કેશોદ, અરવિંદ ઉકાભાઈ વાઘેલા ઉમર વર્ષ 25 રહેવાસી ટાવરની પાસે વંથલી, વિપુલભાઈ નાજાભાઈ ડાભી ઉમર વર્ષ 32 રહેવાસી નાવડા સીતારામ નગર તાલુકો વંથલી ની તપાસ કરતાં સોનેરી કલરના ધાતુના દાગીના જેમાં વીટીં બુટ્ટી મોબાઈલ ફોન નાના મોટા સાંકળા મળી આવતાં આકરી પુછપરછ કરતાં સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં વિસ્તારમાં સોનીની દુકાનોમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.

જે મુજબ મેંદરડા ખાતે 24 જોડી સાંકળા ની ચોરી, કેશોદમાં બે સોનાની વીંટી ની ચોરી હતી તેમજ કેશોદમાં એક સોનાની વીંટી ની ચોરી, જામનગર ખાતે નાની મોટી બુટ્ટી જોડી નંગ-6 ની ચોરી, પોરબંદર ખાતે કાગળના વેપારી નું 45,000/- રૂૂપિયા ભરેલું પર્સ ચોરી કરી હતી, રાજકોટ ખાતે અનાજના વેપારી ના સ્કૂલ બેગમાંથી રૂૂપિયા 1,00,000/- ની ચોરી અને માળીયા હાટીના ખાતે સોનીની દુકાનમાં થી બે સોનાની વીંટી, એક નાની બુટ્ટી જોડી, નાના દાણા, નાની કડી તથા સોનાના દોરાના ટુકડા, સોનાનો ભુક્કો ભરેલ પર્સની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. કેશોદ પોલીસે કુલ રૂૂપિયા 5,22,500 નો મુદામાલ કબજે કરી જુદાં જુદાં સાત અનડીટેકટ ગુનાઓ ડીટેક્ટ કરી સરાહનીય કામગીરી કરી છે.

કેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરવાની ટોળકીના ત્રણ ઈસમો ને ઝડપી પાડેલા છે તેઓ ગ્રાહકના સ્વાગંમાં દુકાનમાં જઈ વસ્તુઓ જોવા માંગતા અને એક શખ્સ વેપારીને વાતોમાં મશગુલ કરે તો અન્ય શખ્સ નજર ચુકવી ખાનામાંથી દાગીના પર્સ સેરવી લઈ નાસી ચોરીને અંજામ આપતાં હતાં. કેશોદ સોની બજારમાં બનેલી બે ઘટના ના સીસીટીવી ફૂટેજ સામે આવતાં જ કેશોદ પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયા છે અને અન્ય ટોળકીના સભ્યોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
crimegujaratgujarat newskeshodKeshod news
Advertisement
Next Article
Advertisement