શેઢા પાડોશી પર હુમલાના કેસમાં ત્રણને ત્રણ વર્ષની સજા
લાલપુરના ભણગોર ગામમાં શેઢા પાડોશી ઓ દ્વાર હુમલો કરવા ન કેસમાં હુમલાખોર એક પરીવારના ત્રણ સભ્યોને ત્રણ વર્ષની સજાનો હુકમ થયો છે.
ગત તા.3-10-2017 ના રોજ લાલપુર તાલુકાના ભણગોર ગામમાં કરીયાદી દિનેશ વેલજીભાઈ ચાંગેલા તથા તેમના પત્ની પોતાની વાડી માં ખેતી કામ કરતા હતા ત્યારે પડોશીની વાડીની ઘૂસવાના પ્રશ્ને નરશીભાઈ ગંગદાસભાઈ પાડલિયા, તેમના ભાઈ રમણીકભાઈ તથા નરશોભાઈના પત્ની સંગીતાબેન દ્વારા લાકડી,કુહાડી ધારીયાને વડે દીનેશભાઈ તેમના પત્ની દક્ષાબેન અને ભાઈ ઉપર હુમલો કરવમાં આવ્યો હતો. આઅંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ અંગેનો કેસ જામનગર માં સેસન્સ જજ એન આર જોશીની અદાલતમાં ચાલી જતાં અદાલત દવારા આરોપી નરસિંહભાઈ ગંગાભાઈ પાડલીયા તેમના ભાઈ રમણીકભાઈ અને દક્ષાબેન નરસિંહભાઈ પાડલીયા ને ત્રણ વરસની સખત કેદની સજા તથા દંડને હુકમ કરેલ છે ત્યાં કેશમા મુળ ફરીયાદી તરકે વકીલ રણમલ એમ કંબારિયા, એ બી નંદા, રવી કરમુર, હિતેશ ગાગીયા તથા સરકાર પક્ષે એ.પી.પો. દિપક ચાર ત્રીવેદી રોકાયા હતા.
