મરઘા ગેંગ પાસેથી ત્રણ પિસ્તોલ, 4 મેગઝીન અને 18 કારતુસ કબજે
ટોળકીને સાથે રાખી SOGની ટીમે જંગલેશ્ર્વરમાં તપાસ કરતાં થાર કારમાંથી હથિયાર મળ્યા
શહેરના મંગળા રોડ પર સમીર ઉર્ફે મરઘા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં રિમાન્ડ પર રહેલા મરઘા ગેંગના સમીર, શાહનવાજ અને સોહિલને સાથે રાખી જંગલેશ્વરમાં એસઓજીએ તપાસ કરતા આરોપીની થાર કાર માંથી ત્રણ પિસ્ટલ, 4 મેગેઝીન સાથે 18 કારતુસ મળી આવતા એસઓજીએ એક થાર સાથે હથિયાર અને મેગેઝીન અને કારતુસ કબજે કરી હથિયાર મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.
જંગલેશ્વરના સમીર ઉર્ફે મરઘા અને પેંડા ગેંગના પરિયા ગઢવી વચ્ચે એક યુવતીના મુદ્દે શરૂૂ થયેલી માથાકૂટ ગેંગવોર સુધી પહોંચી હતી અને મંગળા રોડ પર સમીરના નાનાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે બંને ગેંગ સામસામે આવી ગઈ હતી અને જાહેરમાં એકબીજા પર ભડાકા કરી આતંક મચાવ્યો હતો. પોલીસે આ મામલે બંને ગેંગના શખ્સોની ધરપકડનો દોર શરૂૂ કર્યો હતો. પેંડા ગેંગના 17 સભ્યો સામે તો ગુજસીટોક હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ફાયરિંગ મામલે મરઘા ગેંગના સુત્રધાર સમીર ઉર્ફે મુર્ગો યાશીનભાઈ પઠાણ, શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઈ વેતરણ અને સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયાની ધરપકડ કરી રીમાન્ડ ઉપર એસઓજીની ટીમ પુછપરછ કરી રહી છે. આ પ્રકરણમાં મરઘા ગેંગનો વધુ એક સભ્ય જંગલેશ્વરના આબિદ હનીફ ગોધાવિયાને પણ ક્રાઈમ બ્રાંચની ટીમે ગઈકાલે ઝડપી લીધો છે.આબિદે હોસ્પિટલ બહાર ફાયરીંગ બાદ ફૂટેલા કારતુસનો નાસ કયો હતો. પોલીસે અત્યાર સુધી બન્ને ગેંગના 21 આરોપીની ધરપકડ કરી છે. હજુ ફરાર મરઘા ગેંગના અન્ય ચાર સાગરીતોને ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે શોધખોળ શરૂૂ કરી છે.
એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજા સહિતની ટીમે સમીર ઉર્ફે મરઘા, શાહનવાજ વેતરણ અને સોહીલની પુછપરછમાં જાણવા મળ્યું કે ફાયરીંગ કર્યા બાદ સમીર ઉર્ફે મુરઘો સહિતના લોકો થારમાં મોરબી તરફ ભાગ્યા હતા અને મોરબીમાં થાર મુકી દઇ અન્ય સ્થળે નાસી ગયા હતા. આ થાર જંગલેશ્વરમાં ખુલ્લા મેદાનમાં પડી હોય આરોપીઓને સાથે રાખી એસઓજીની ટીમ જંગલેશ્વર પહોંચી હતી અને થારની ડેકી ખોલાવતા તેમાંથી દેશી બનાવટની ત્રણ પિસ્ટલ, 4 મેગેઝીન સાથે 18 કારતુસ મળી આવી આવતા એસઓજીએ ત્રણેય પિસ્ટલ,4 મેગેઝીન સાથે 18 કારતુસ સાથે થાર કબજે કર્યા હતા. પરિયા ગેંગે કરેલા ફાયરીંગ બાદ વળતો જવાબ આપવા સમીર ઉર્ફે સંજય એક પિસ્ટલથી અને શાહનવાઝે બે પિસ્ટલથી ફાયરિંગ કર્યા હતા. આ ત્રણેય હથિયાર હસ્તગત થયા છે, હથિયાર ક્યાંથી લાવ્યા સહિતના મુદ્દે તપાસ શરૂૂ કરાઈ છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બસીયાની સુચનાથી એસઓજીના પી.આઈ એસ.એમ. જાડેજા સાથે પીએસઆઈ વી.કે.ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી