યુવકનો ટ્રક ખરીદી લોનના હપ્તા ન ભરી ભંગારના ધંધાર્થી સહિત ત્રણ શખ્સોની ઠગાઇ
રાજકોટ શહેરમાં અગાુ 60 ટ્રક માલીકોને શીશામાં ઉતારી લગભગ ચાર કરોડનું કૌભાંડ આચરનાર ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે પકડી જેલમાં ધકેલી હતી ત્યારે ટોળકીનો એક સભ્ય જેલમાંથી છુટી વધુ એક વખત છેતરપીંડી કરી હોવાની ફીાયદ નોંધાઇ છે.
રાજકોટના માલધારી સોસાયટીમાં રહેતા યુવકનો રૂા.11.17 લાખનો ટ્રક ખરીદી તેના નામની બેંકના હપ્તા નહી ભરી છેતરપીંડી કર્યાની ભંગારના ધંધાર્થી સહીત ત્રણ શખ્સો સામે ફરીયાદ નોંધાઇ છે.મળતી વિગતો અનુસાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટીમાં રહેતા સુરજ રસીકભાઇ ડાંગર (ઉ.વ.25) એ ફરીયાદમાં કાલાવડ રોડ પર મોટામવા સ્મશાનની બાજુમાં રહેતા ભરત દેવાભાઇ કુછડીયા તાલાલાના ગુંદરળના લખન કાનજી નાઘેરા અને નામચીન ભંગારનો ધંધાર્થી દુધસાગર રોડ હાઉસીંગ બોડ કર્વાટર પાસે રહેતા વસીમ ઉર્ફે બચ્ચો બસીરનું નામ આપતા ગુનો નોંધવામાં આવ્યો છે.
સુરજે ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમણે 2023 જાન્યુઆરીમાં એક લાખનું ડાઉનપેમેન્ટ ભરીને અને બાકીના રૂા.11.50 લાખની ફાયનાન્સની લોન લઇ ટ્રક ખરીદયો હતો.પાંચ મહીના બાદ પૈસાની જરૂરીયાત ઉભી થતા મિત્ર ભરતને વાત કરતા તેમણે તેમના મિત્ર લખન સાથે મળી ટ્રક ખરીદવા રસ દાખવ્યો હતો. જેમાં રૂા.50 હજાર રોકડા આપી બાકીની લોનની રકમ રૂા.11.17 લાખ ભરવાની શરતે ટ્રકનો કબજો ભરત અને લખનને સોંપ્યો હતો. બાદમાં તા.8/2ના રોજ નોટરી વેચાણ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ હપ્તા નહીં ભરી બાઉન્સ કરાવ્યા હતા. લખન અને ભરત સરખા જવાબ ન આપતા જાણવા મળ્યુ કે આ ટ્રક ભંગારના ધંધાર્થી વસીમ ઉર્ફે બચ્ચો સમાને ત્યાં ગીરવે મુકી દીધો હતો. જેથી પોલીસમાં આપેલી અરજીને આધારે ફરીયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે વસીમ અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયો હતો તેમણે ટોળકી સાથે મળી લગભગ 60 જેટલા ટ્રક માલીકોને શીશામાં ઉતારી અંદાજીત રૂા.4 કરોડનું કૌભાંડ આચયુ હતું. હાલ ભરત અને લખનને પોલીસે સંકજામાં લઇ પુછપરછ શરૂ કરી છે.