સરધારમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત ત્રણ શખ્સોનો આતંક, ઘરમાં ઘુસી તોડફોડ કરી
કોંગ્રેસ અગ્રણી અવસર નાકિયા સામે ગુનો નોંધી પોલીસ રક્ષણ આપવા પોલીસ કમિશરને રજૂઆત
સરધાર રહેતા ધર્મેશ ગોરધનભાઈ ઢાંકેચાએ કોંગ્રેસ અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવરસ નાકીયા વિરૂૂદ્ધ લાગ્યા ગંભીર આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસ કમિશ્નરને અરજી કરી પોલીસ રક્ષણ આપવાની માંગ કરી છે, જો પોલીસ રક્ષણ નહી મળે તો આત્મવિલોપનની ચમકી ઉચ્ચારી છે.સરધાર રહેતા ધર્મેશ ગોરધનભાઈ ઢાંકેચાએ પોલીસ કમિશ્નરને કરેલી અરજીમાં જણાવવાનું કે ગત તા.16/03/2025ના રોજ બપોરે 2:00 કલાકની આસપાસ તે ઘરના કામથી બહાર હોઉ તે જ સમયે ઘરે મારા પત્નિ એકલા હોય અને તેવા સમયે આ અવસર નાકીયા તથા તેની સાથે બે અજાણ્યા શખ્સો ધર્મેશભાઈના ઘરમાં પીધેલી હાલમાં ઘુસી આવ્યા હતા અને પત્નિને ધમકાવી નશાની હાલમાં ઘરમાં તોડફોડ કરેલી હતી, ઘરમાં પડેલા વાહનોને નુકશાન પહોંચાડેલ હતુ. તેમજ પત્નિના ગળામાંથી સોનાના ચેનની લુંટ કરી હતી.
ધર્મેશ પાસે આ તમામ સી.સી.ટી.વી. ફુટેજો ઉપલબ્ધ છે, જેમાં આશરે 2 થી 3 મીનીટ અવસર નાકીયા અને તેના સાગ્રીતોએ લુંટફાટ અને બળજબરી કરી હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ બનાવનું કારણ એવું છે કે,સાત આઠ મહિના પહેલા અવસરભાઈ નાકીયા જસદણ સોમનાથ રોડ ઉપર પોતાની બ્રેઝા કારમાં જતો હતો ત્યારે નવા ગામથી આગળ ધર્મેશ પોતાનું વાહન પાર્ક કરીને ઉભેલો હતો. ત્યારે અચાનક જ અવસરભાઈ નાકીયાએ ધર્મેશના વાહનના પાછળના ભાગમાં આવીને એકસીડન્ટ કરેલ હતું. અને અવસર નાકીયા અને અન્ય બે-ચાર શખ્સોએ ધમેશને ધમકી આપી હતી અને બળજબરી પૂર્વક નુકશાન પેટે રૂૂ.20,000 લીધેલા હતા અને હજી જો પૈસા ઓછા પડશે તો આવીશુ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અવાર-નવાર અવસર નાકીયા અને તેના મળતીયાઓ ધર્મેશને અલગ અલગ ફોન નંબર પરથી ધમકાવી, માંગીએ તેટલા પૈસા નહિ આપ તો તારા પર ખોટા કેસ કરીરા તને જીવવા નહિ દઈએ, અવસરભાઈ નાકીયાએ ધર્મેશની પત્નિ સાથે પણ તેની ગેરહાજરીમાં ઘરે આવી વાહનના એકસીડન્ટના ખર્ચ પેટે રૂૂા. 30,000 લીધેલા હતા. આમ આજદિન સુધીમાં ડારાવી ધમકાવીને રૂૂા. 85,000 જેવી રકમ પડાવી લીધેલ છે. અને હજુ વધુ રૂૂા.2 લાખ આપવા ધમકી આપતો હોય આ મામલે અવસર નાકીયા સામે ગુનો નોંધવા અરજી કરી પોલીસ રક્ષણ આપવાની માંગ કરી છે, જો પોલીસ રક્ષણ નહી મળે તો આત્મવિલોપનની ચમકી ઉચ્ચારી છે.