નાણાવટી ચોકમાં રિસામણે ગયેલી પત્નીને લેવા ગયેલા પતિ-સસરા સહિત ત્રણની ધમકી
નાણાવટી ચોક પાસે લક્ષ્મીછાયા સોસાયટી શેરી નં.1માં માવતરે રિસામણે ગયેલી પત્નીને સમાધાન કરી લેવા ગયેલા પતિ,સસરા અને કાકાજી સસરાએ માથાકૂટ કરી પરિણીતાના ભાઈને ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી નિખીલભાઇ ચંન્દ્રકાંતભાઇ વાળાએ ફરિયાદમાં બનેવી ચેતનભાઈ ભુપતભાઇ ચૌહાણ (રહે.છત્રપતિ શીવાજી ટાઉનશીપ ડી/204),સસરા ભુપતભાઈ ચૌહાણ અને કાકાજી સસરા મનોજભાઈ ચૌહાણનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.નિખિલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રાધીકા સ્કુલ ત્રંબા ખાતે શીક્ષક મા નોકરી કરૂૂ છુ મારે ત્રણ બહેન છે.બધા બેહેનોના લગ્ન થઇ ચુકેલ છે.
મારા બહેન સંધ્યાના લગ્ન 2019 મા ચેતનભાઈ ભુપતભાઇ ચૌહાણ સાથે થયેલ હતા અને મારા બહેન સંધ્યાબેન છેલ્લા દશેક દિવસથી રીસામણે આવેલ છે.ગઇ તા.21/05 રાત્રીના સવા દશેક વાગ્યે મારા બનેવી ચેતનભાઇ ચૌહાણ,સંધ્યા બહેનનાં સસરા ભુપતભાઈ ચૌહાણ તથા કાકાજી સસરા દિપકભાઈ ચૌહાણ તથા બીજા કાકાજી સસરા મનોજભાઇ ચૌહાણ એમ બધા અમારા ઘરે બહેન સંધ્યા રીસામણે આવેલ હોય જેના સમાધાન ની વાતચીત કરવા માટે આવ્યા હતા અને અમારા ઘર પાસે આવેલ ખાલી પ્લોટમાં વાતચીત માટેની બેઠક રાખી હતી જેમા હું તથા મારા માતા-પિતા તથા મારા મામા દિલિપભાઇ ઝાલા તથા હર્ષદભાઈ ઝાલા તથા મારા કાકા જેન્તીભાઇ એમ બધા બેઠા હતા અને વાતચીત કરતા હતા.તે દરમિયાન મારા બનેવી ચેતનભાઈ ચૌહાણ ઉશ્કેરાઈ જઇ મને ગાળો આપવા લાગેલ અને ધમકી આપેલ કે તને મારી નાખીશ કાલની સવાર નહિ પડવા દઉં એટલામાં મનોજભાઇ ચૌહાણ મારી પાસે આવેલ અને મને જેમ ફાવેતેમ અપશબ્દો બોલવા લાગેલ અને મારા બહેન સંધ્યાના સસરા ભુપતભાઇ ચૌહાણે પણ ધમકી આપેલ કે હુ તમો બધાને જોઇ લઇશ બાદ 100 નંબર ઉપર ફોન કરેલ જે દરમિયાન સામાવાળા ત્યાંથી જતા રહ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.