ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેરના પોલીસકર્મી સહિત ત્રણને સસ્તામાં કાર અપાવવાની લાલચ આપી 9.51 લાખની છેતરપિંડી

12:09 PM May 12, 2025 IST | Bhumika
Advertisement

મોરબી શહેરમાં અગાઉ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને તેમના બે મિત્રોએ સસ્તામાં મારુતિ સુઝુકી કંપનીની ફ્રોન્ક્સ કાર લેવાની લાલચમાં મોરબીના એજન્ટ મારફતે ડાઉન પેમેન્ટ ચૂકવ્યા બાદ પણ કાર નહિ મળતા આ ગઠિયાએ નકલી ડાઉન પેમેન્ટની પહોંચો આપી છેતરપિંડી કરી હોવાની પ્રતીતિ થતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા જયદીપભાઈ જીવરાજ ભાઈ ડાભી ઉ.28 નામના યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મિતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા, નિર્મળસિંહ દસરથસિંહ સરવૈયા અંર મયુરસિંહ કિરણસિંહ ઝાલા તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેઓ વર્ષ 2024મા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોકરી કરતા ત્યારે કાર લેવી હોવાથી મિત્ર મારફતે આરોપી મિતરાજસિંહ સરવૈયા સાથે ઓળખાણ થઈ હતી.

આરોપી મિતરાજસિંહ સરવૈયાએ સસ્તામાં મારુતિ સુઝુકીની ફ્રોન્ક્સ મોડેલ કાર કિરણ મોટર્સ ભાવનગરથી અપાવી દેવાનું કહી ડાઉન પેમેન્ટ પેટે 1.61 લાખ મેળવી લીધા હતા. ફરિયાદી જયદીપભાઈના મિત્ર મહેશભાઈ અને રવિનભાઈ મેરને પણ ગાડી ખરીદવી હોય આરોપીએ મહેશભાઈ પાસેથી 3.95 લાખ તેમજ રવીનભાઈ પાસેથી 3.95 લાખ મળી કુલ રૂૂપિયા 9.51 હજાર અલગ અલગ યુપીઆઈ આઇડીના ઓનલાઈન મેળવી લીધા હતા. બાદમાં સમય વીતવા છતાં કાર નહિ મળતા આરોપી મિતરાજસિંહને ફોન કરતા ફોન બંધ આવતો હતો. જો કે, આરોપીએ ભાવનગર કિરણ મોટર્સમાંથી કાર નહિ મળે હવે હિંમતનગર કિરણ મોટર્સમાંથી કાર મળશે તેમ કહી નાણાં મળ્યાની નકલી પહોંચ પણ આપી હતી.

જો કે, ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઈ ડાભીને શંકા જતા તેઓએ હિંમતનગર કિરણ મોટર્સમાં સંપર્ક કરતા સંચાલકે તમારા તરફથી બુકીંગ પેટે રૂૂપિયા 5000 જમા થયા છે. બાકીના પૈસા આપો એટલે ગાડી મળી જશે તેમ કહેતા પોલીસ કોન્સ્ટેબલ સહિતના ત્રણેય લોકો સાથે છેતરપિંડી થયાનું સામે આવતા જયદીપભાઈએ સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મિતરાજસિંહ અને યુપીઆઈ આઈડીમાં પૈસા મેળવનાર ત્રણેય શખ્સ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.

Tags :
crimegujaratgujarat newspolicemanWankanerWankaner news
Advertisement
Next Article
Advertisement