ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડીમાં મહારાષ્ટ્રના સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડ

04:23 PM Apr 18, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટના ઈતિહાસની સૌથી મોટી છેતરપીંડીના બનાવમાં 19 સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાયા બાદ આ પ્રકરણમાં સંડોવાયેલ ચાર શખ્સોની ધરપડક કરી અન્યોની શોધખોળ કરવામાં આવી હતી આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે વધુ સુત્રધાર સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરતા 19 માંથી કુલ 7 ને ઝડપી લઇ અન્યોને ઝડપી લેવા તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Advertisement

મુંબઈની કંપનીના 19 શખસે રાજકોટના ખેતી પ્રોડકટની કંપનીના વેપારી 150 ફૂટ રીંગ રોડ ઉપર બીગબજાર પાછળ રહેતા અને મવડી મેઈન રોડ ઉપર ધર્મભક્તિ વેન્ચર પ્રા.લી. નામે ખેતી પ્રોડક્ટ લે-વેચ કંપની ધરાવતા પ્રશાંતભાઈ પ્રદિપભાઈ કાનાબારને હળદરની ખેતીમાં 164 કરોડના વળતરની લાલચ આપી રૂૂ.64.80 કરોડની છેતરપીંડી આચરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં મુંબઈ મહારાષ્ટ્રની એ.એસ. એગ્રી એન્ડ એક્વા કંપનીના ડિરેક્ટર સંદેશ ગણપત ખામકર, પ્રશાંત ગાવિંદરાવ જાડે, હિરેન દિલીપભાઈ પટેલ, રોહિત રમેશભાઈ લોન્કર, કમલેશ મહાદેવરાય ઓજે, સંદીપ સિતામણ સામંત, પ્રવિણ વામન પથારે, હર્ષલ મહાદેવરાય ઓજે, વૈભવ વિલાસ કોટલાપુરે, સુરીદર અવતાર સીંગ ધિમન, નિરંજન ક્રિષ્નાનંદ કડલે, જયંતા રામચંદ્ર બાંદેકર, પ્રતિક વિનોદ શર્મા, સાઈનાથ સંભાજી રાવ હાડોલે, સેન્થીલ કુમાર સેલ્વારાજ નાદર, અવિનાશ બબલ સાંગલે, શ્રીનિવાસ તુલસીદાસ ભુસેવર અને નવનીતાસિંગ બિરંદરપાલાસિંગ તુલી સામે ફરિયાદ નોંધાઈ હતી.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે હર્ષલ મરાઠી, વૈભવ મરાઠી, પ્રવીણ મરાઠી અને હિરેન પટેલની મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કર્યા બાદ આરોપી પ્રશાંત ઝાડે કંપનીમાં 55 ટકાનો ભાગીદાર છે. ક્યારેક કે બાકીના 18 ભાગીદારો 2.50%ના ભાગીદારો હોવાનું સામે આવ્યું છે. આ ઠગ ટોળકી સામે વડોદરા, અમરેલી અને મહારાષ્ટ્રના થાણે તથા પુણેમાં પણ આ પ્રકારના ગુનાનોંધાઈ ચુક્યા છે. જેમાં સંદેશ ખામકર, પ્રશાંત ઝાડે અને સંદીપ સામંત પકડાઈ હાલ મુંબઈ જેલમાં હોય ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા,એમ.એલ. ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ગરચર અને પીએસઆઈ વી.ડી.ડોડીયાની ટીમે અન્ય આરોપીને પકડવા મહારાષ્ટ્ર ગઈ હતી જેમાં ટોળકીના સુત્રધાર પ્રશાંત ઝાડે સાથે સંદેશ ખામકર અને સંદીપ સામંતનો જેલમાંથી કબજો લઇ વધુ તપાસ શરૂૂ કરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement