લીંબડીમાં બાઇક અને મોબાઇલની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સો ઝડપાયા
01:02 PM Jul 22, 2025 IST | Bhumika
લીંબડીમાં મોબાઈલ તથા બાઈકની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સને સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 7 મોબાઈલ તથા 1 બાઈક મળીને કુલ 62,500નો મુદામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.
Advertisement
લીંબડી બ્રિજ પાસે ત્રણ શખ્સો લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કે છળકપટથી મેળવેલા મોબાઈલ તથા બાઈક લઈને ઉભા છે. તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડયો હતો .જ્યાંથી રવિ વજુભાઈ સરવૈયા, જીતેન્દ્ર ગંગારામભાઈ સલાત તથા પુનમ મનુભાઈ સલાટ (ત્રણેય રહે. રાણપુરવાળા) ને ઝડપી પાડયા હતા. એલસીબીની ટીમે ત્રણેય પાસેથી સાત મોબાઈલ કિં.રૃ.32,500, એક બાઈક કિં.રૃ. 30,000 મળીને કુલ રૃપિયા 62,500નો મુદામાલ કબજે કરીને લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
Advertisement
Advertisement