માધવપુર પંથકના ત્રણ શખ્સોને પોરબંદર જિલ્લામાંથી તડીપાર કરાયા
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીના ક્રમાંક નંબરG-1/Cr.T-1/205/2025 તા. 15/03/2025 ના પત્ર અન્વયે અસામાજીક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા જણાવેલ.
જે અનુસંધાને જુનાગઢ રેંજના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાનાઓ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ના ઓ દ્વારા પોરબંદર જિલ્લામાં રહેતા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સખ્ત સુચના કરવામાં આવેલ.
જે સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક રાણાવાવ ડિવિઝન ના ધ્રુવલ સી સુતરીયાનાઓના માર્ગદર્શન હેઠળ માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એન.ઠાકરીયામાઓની સુચના થી પોલીસ સ્ટાફના માણસોએ માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા (1) કેશુભાઈ હરભમભાઈ કડછા ઉંમર વર્ષ 36 ધંધો ખેતી રહે, કડછ ગામ તા.જી. પોરબંદર (2) ગાંગા કારાભાઈ કડછા ઉંમર વર્ષ 35 રહે, બડેજ ગામ ગંગાણી વાડી વિસ્તાર તા.જી. પોરબંદર અને(3) ભરત ઉર્ફે હાજા હરદાસભાઇ પરમાર ઉંમર વર્ષ 38 રહે, બળેજ ગામ પરમાર ફળિયુ તા.જી. પોરબંદર વાળા આ ત્રણેય અસામાજીક તત્વો વિરુદ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ પોરબંદરનાઓ ની કચેરી તરફ મોકલતા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ પોરબંદરનાઓએ મજકુર ત્રણેય ઈસમોની હદપાર દરખાસ્ત મંજૂર કરી ત્રણ મહિના માટે પોરબંદર જિલ્લાની હદમાંથી હદપાર કરેલ હોય જેથી મજકુર ત્રણેય ઇસમોને ગઈ તારીખ 26/07/2025 ના કલાક 18/30 વાગ્યે હદપારી હુકમની બજવણી કરી મજકૂર ત્રણે ઈસમોને ત્રણ મહિના માટે પોરબંદર જિલ્લાની હદ પરત નહીં ફરવા સુચના કરી હદપારી અમલ વારી કરાવી પ્રસંશનીય કામગીરી માધવપુર કરેલ છે. આ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓમા માધવપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે .એન. ઠાકરીયા તથા પોલીસ એડ કોસ્ટેબલ અશોક એમ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ કરણ માલદે ભાઈ, રામભાઇ દેવાભાઈ વિગેરે રોકાયેલા હતા.