કેશોદ નજીકથી 480 બોટલ દારૂ ભરેલી ટ્રક સાથે માધવપુરના ત્રણ શખ્સો પકડાયા
કેશોદ પોલીસે વિદેશી દારૂૂના જથ્થા સાથે કુલ રૂૂપિયા 6,73,944/- મુદામાલ ઝડપી 6 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં જૂનાગઢ જીલ્લામાં પેટા ચૂંટણી નો માહોલ હોય તેવા સમયે પોલીસ સતેક બની તમામ જગ્યાએ થતી હિલચાલ પર નજર રાખવા માટે કટીબદ્ધ બની છે ત્યારે કેશોદ પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે રાજસ્થાન થી ગુજરાત રાજ્યમાં પ્રવેશેલા ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો લાવી કેશોદ માધવપુર તરફ જઈ રહ્યો છે જેથી કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર તથા પોલીસ કાફલો પંચોને સમજ આપી સાથે રાખીને સરકારી વાહન તથા ખાનગી વાહનો મારફતે કેશોદ પાસેથી પસાર થતાં બાયપાસ રોડ પર વોચમાં હતાં ત્યારે જુનાગઢ તરફથી ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે- 15- એટી- 8336 આવતો નજરે પડતાં રોકાવી ટ્રકમાં કેબીન અંદર બેઠેલાં ત્રણ ઈસમો ને કોર્ડન કરી તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો નજરે પડતાં પાસ પરમીટ માંગતા ન હોય પોલીસ સ્ટેશન ખાતે ટ્રક લાવી પુછપરછ કરતાં અજમેર ટોલનાકા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો ભરેલો હોય ઈસમો ની પુછપરછ કરતાં રમેશભાઈ અરજણભાઈ ડોકલ ઉમર વર્ષ 28 ધંધો ટ્રક ડ્રાઈવીંગ રહેવાસી માધવપુર, ભાવેશભાઈ ભીમાભાઈ બાલસ ઉમર વર્ષ 27 ધંધો ટ્રક ડ્રાઈવીંગ રહેવાસી માધવપુર, ધીરુભાઈ રામભાઈ ડાભી ઉમર વર્ષ 26 ધંધો મજુરી રહેવાસી માધવપુર સાથે રાખીને ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડની બોટલો બીયરના ટીન મળી કુલ નંગ 480 ની કુલ કિંમત રૂૂપિયા 1,42,944/- , ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે- 15- એટી- 8336 જેની કિંમત રૂૂપિયા 5,00,000/- મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂૂપિયા 31000/- મળી કુલ રૂૂપિયા 6,73,944/- નો મુદામાલ કબજે કરી પ્રોહીબીશન એકટ હેઠળ રમેશભાઈ અરજણભાઈ ડોકલ રહેવાસી માધવપુર, ભાવેશભાઈ ભીમાભાઈ બાલસ રહેવાસી માધવપુર, ધીરૂૂભાઈ રામભાઈ ડાભી રહેવાસી માધવપુર, અજમેર ટોલનાકા પાસેના દુકાનદાર, દારૂૂનો જથ્થો મંગાવનાર રાહુલભાઈ રહેવાસી જુનાગઢ, દારૂૂનો જથ્થો મંગાવનાર રાહુલભાઈ નો મિત્ર સહિત છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ ઈસમો ની અટક કરી અન્ય ત્રણ ઈસમો ને ઝડપી લેવા અને આગળની તપાસ માટે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે