ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ-અમદાવાદ હાઈવે પર લકઝરી બસમાંથી 14 લાખના દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

11:41 AM Jul 03, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

બસની બે સીટ વચ્ચે ચોરખાનુ બનાવી ગોવાથી જામનગર દારૂ લઈ જવાતો હતો

જિલ્લા એલસીબી ટીમને લીંબડીથી જામનગર તરફ જતી લકઝરી બસમાં દારૂૂ હોવાની બાતમી મળતા વઢવાણના બલદાણા પાસે વોચ રખાઈ હતી. જેમાં બસની 2 સીટ વચ્ચે ચોરખાનુ બનાવી ગોવાથી જામનગર તરફ દારૂૂ લઈ જવાતો હતો. પોલીસે દારૂૂ, બસ સહિત રૂૂ. 27 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 શખ્સોને ઝડપી લીધા છે.

સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પીએસઆઈ આર.એચ.ઝાલા, વજાભાઈ સાનીયા, મેહુલભાઈ સહિતનાઓ લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે બગોદરાથી દારૂૂ ભરેલ જૈન ટુરીસ્ટ લખેલી લકઝરી બસ રાજકોટ થઈને જામનગર તરફ જતી હોવાની બાતમી મળતા બલદાણા પાસે વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી બસ આવતા તેને રોકી તપાસ કરાઈ હતી. જેમાં બસની 2 સીટો વચ્ચે પાથરેલી નેટ નીચે અલગ-અલગ ચોરખાના બનાવી તેમાં દારૂૂ લઈ જવાતો હતો. પોલીસે બસના ચાલક બાબુ ભીમારામ બીશ્નોઈ, મોટારામ કલરામ ચૌધરી અને અશોક ભુરારામ બીશ્નોઈને ઝડપી લઈ પુછપરછ કરતા આ દારૂૂ જામનગરના મયુરસીંહ જાડેજા અને મહાવીરસીંહ જાડેજાને આપવાનો હતો. તેમના કહેવાથી ગોવાના હોન્ડા ગામેથી એક પીકઅપ ડાલાવાળો દારૂૂ આપી ગયો હતો. મયુરસીંહ એક ટ્રીપા 50 હજાર રૂૂપીયા બાબુ બીશ્નોઈને આપતા હતા.

આ બસ સુરતારામ બીશ્નોઈ પાસેથી બાબુએ ખરીદી છે, પરંતુ હજુ નામે કરાવેલ નથી. પોલીસે ત્રણેય શખ્સોની વિદેશી દારૂૂની 1042 બોટલ કિંમત રૂૂપીયા 14,33,200, રૂૂપીયા 13 લાખની બસ, મોબાઈલ સહિત કુલ રૂૂપીયા 27,43,700ની મત્તા સાથે ત્રણેય આરોપીની ધરપકડ કરી જામનગર દારૂૂ મંગાવનાર 2, દારૂૂ આપી જનાર ગોવાનો શખ્સ અને બસના માલીક સહિત 7 સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જયારે થાન પોલીસની ટીમ જામવાળી ગામે પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બજારમાં સામેથી બાઈક લઈને આવતો શખ્સ પોલીસને જોઈ બાઈક મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા બાઈકની ટાંકી પર રહેલ સફેદ મીણીયાની થેલીમાંથી 60 લીટર દેશી દારૂૂ કિંમત રૂૂપીયા 12 હજાર અને રૂૂપીયા 30 હજારના બાઈક સહિત રૂૂપીયા 42 હજારનો મુદ્દામાલ કબજે કરી ફરાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધી છે.
બીજી તરફ પાણશીણા પોલીસની ટીમને નેશનલ હાઈવે પર પાણશીણાના પાટીયા પાસે ઉભેલો એક શખ્સ શંકાસ્પદ લાગ્યો હતો. આથી તપાસ કરતા તેની બેગમાંથી રૂૂપીયા 5900ની કિંમતની જેમ્શન આઈરીશ કંપનીની દારૂૂની બોટલ મળી આવી હતી. પોલીસે મહાનગર દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં રહેતા વિશ્વનાથ મનજીતસીંગ શીખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsliquorRajkot-Ahmedabad Highway
Advertisement
Next Article
Advertisement