મોરબીના કેરાળામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
11:37 AM Aug 25, 2025 IST
|
Bhumika
Advertisement
મોરબીના કેરાળા (હરીપર) ગામે મકાનમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂા.1,20,500 ની રોકડ રકમ જપ્ત કરી છે જોકે મકાન માલિક મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કેરાળા (હરીપર) ગામે આરોપી અતુલ રતિલાલ વસિયાણીના મકાનમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા નીલેશ નરભેરામ વીરપરીયા, નવીન ભૂરા પાંચોટિયા અને જગદીશ જીવરાજ ભાલોડીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂા.1,20,500 જપ્ત કરી છે આરોપી અતુલ વસિયાણી રેડ દરમિયાન હાજર મળી આવ્યો ના હતો જેથી મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે
Advertisement
Next Article
Advertisement