For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેરવદરમાં છેડતીના મામલે ત્રણ લોકો ઉપર હુમલો

12:06 PM Jun 07, 2025 IST | Bhumika
મેરવદરમાં છેડતીના મામલે ત્રણ લોકો ઉપર હુમલો

ઉપલેટા તાલુકાના મેરવદર ગામે આરોપી લેવા પટેલ સકસ પ્રવીણભાઈ કલ્યાણભાઈ ધડુક એ પ્રિયાંશી પ્રમોદભાઈ ઉમરેટીયા ઉંમર વર્ષ 15 ની બજાર ની અંદર હાથ પકડી છેડતી કરતા આ બનાવ મારામારી સુધી પહોંચ્યો હતો જેમના ઘેરા પ્રત્યાઘાતો પડતા બંને જૂથોએ સામસામે હથિયારો વડે મારા મારી કરેલ હતી.

Advertisement

બનાવ અંગે ઝઘડો થતાં આરોપી પ્રવીણભાઈ કલ્યાણભાઈ ધડુક તેમજ તેમનો સાગરીત મેરખીભાઈ હમીરભાઇ બધ એ એક સંપ કરી મેરવદર ગામના જ વતની પ્રમોદભાઈ મોહનભાઈ ઉમરેટીયા તથા અશોકભાઈ બાબુભાઈ ઉમરેટીયા તેમજ પ્રિયાંશી પ્રમોદ ઉમરેટિયા ને તલવાર વડે માથાના ભાગે ઇજા પહોંચાડેલ હતી અન્ય આસ્થા પ્રમોદભાઈ ઉંમર વર્ષ 15 ને હાથના ભાગે ફેક્ચર થતા તેઓને તાત્કાલિક ધોરણે ઉપલેટાની પ્રાઇવેટ ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બનાવ અંગેનું કારણ 15 વર્ષની સગીરાની છેડતી થઈ હોવાના મામલે તમામ પ્રકરણ ગરમાયું હતું.
બાદમાં મારામારી અને ઝઘડો થયા બાદ બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ થતાં ગામ લોકોના આક્ષેપ વતી જાણવા મળતી વિગતો અનુસાર પોલીસ પ્રશાસન એ આરોપીઓની તરફેણમાં જામીન લાયક કેસ બનાવી તેઓની ધરપકડ કરી આજે સાંજે જામીનમુક્ત કરતા આ વાતનો ઉગ્ર રોષ ગામ લોકોમાં ફાટી નીકળતા મેરવદર ગામે સ્વેચ્છાએ બંધ પાડી પોલીસ પ્રશાસન સામે આંદોલનના મંડળ કરી આરોપીઓ સામે કાયદેસરની કલમોનો ઉમેરો થાય અને તેઓને કાયદાકીય ભાન કરાવે તેવી માંગણી અને ઇજાગ્રસ્તોના ઘટના સ્થળે ચોક્કસ નિવેદનો લેવાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે જો આમ કરવામાં નહીં આવે તો ગામ લોકો આ અંગે વધુ ઉગ્ર થઈ ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો આપશે તેવી ચીમકી ઉચ્ચારલ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement