મોરબીમાં ડીઝલ લૂંટના ગુનામાં કચ્છની ગેંગના વધુ ત્રણ ઝડપાયા
મોરબી વાંકાનેર હાઇવે પર લાલપર નજીક થયેલી ડીઝલ લૂંટના કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ પહેલા કુખ્યાત સમા ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.
ઘટના અનુસાર, લાલપર ગામ નજીક શ્રીહરી ચેમ્બર્સ પાસે વિજય ટ્રાન્સપોર્ટની ઓફિસ સામે પાર્ક કરેલા ટ્રકમાંથી 750 લિટર ડીઝલની લૂંટ થઈ હતી. આરોપીઓ સફેદ સ્કોર્પિયોમાં આવ્યા હતા અને ડ્રાઇવરોને છરી બતાવી ધમકાવ્યા હતા.પોલીસે અગાઉ આમદ ઉર્ફે ભાભો સીદીકભાઇ સમા અને શીવકુમાર હરીસિંગ કરણની ધરપકડ કરી હતી. તેમની પાસેથી લૂંટનું ડીઝલ અને બે વાહન મળીને કુલ 10.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.હવે કચ્છ પોલીસે વધુ ત્રણ આરોપી હનીફ ઓસમાણ સમા (32), અબુબકર રમજાન સમા (23) અને મજીદ તૈયબ સમા (25)ની ધરપકડ કરી છે. ત્રણેય આરોપી નાના દીનારા ખાવડા, કચ્છના રહેવાસી છે. કોર્ટે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતાં તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે.