અશોક ગાર્ડન પાસે પિતૃકૃપા કારખાનાની ઓરડીમાંથી શ્રમિકોના ત્રણ મોબાઇલ ચોરાયા
રાજકોટ શહેરમા મવડી વિસ્તારમા આવેલા અશોક ગાર્ડન પાસે પિતૃ કૃપા કારખાનાની ઓરડીમા શ્રમીકોને ઉંઘતા રાખી તસ્કરો 3 મોબાઇલ ચોરી કરી જતા પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટનામા સીસીટીવી ફુટેઝનાં આધારે તસ્કરની શોધખોળ કરવા પોલીસે તપાસ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ અશોક ગાર્ડન પાસે પિતૃ કૃપા કારખાનાની ઓરડીમા રહેતા મુળ બીહારનાં વતની જોગીનદર નીફીકર બીન (ઉ.વ. 30 ) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે કારખાનામા મજુરી કામ કરી ત્યાજ રહી પોતાનુ ગુજરાન ચલાવે છે . ગઇ તા. 27 નાં રોજ તેઓ અને તેમનાં સાથી મીત્રો કારખાનાનાં મેઇન ગેટ અંદરથી લોક કરી સુતા હતા . અને સવારે આઠેક વાગ્યાનાં જાગીને જોયુ તો ઓરડીમા તેનો ફોન તેમજ મીત્ર બુધનકુમારનો મોબાઇલ જોવામા આવ્યો ન હતો. ત્યારબાદ તેઓએ મોબાઇલની શોધખોળ કરી હતી. પરંતુ મોબાઇલ કયાય મળી આવ્યો ન હતો. અ
ને બાદમા તેમની સાથે કામ કરતા રોહીતકુમાર પોતે જયા ઓરડીમા રહે છે. ત્યા શોધખોળ કરતા તેમનો મોબાઇલ પણ મળી આવ્યો ન હતો. અને આ મામલે ત્રણેય જણાએ માલવીયા પોલીસ મથકે પહોંચી રૂ. 40પ00 નાં 3 મોબાઇલની કોઇ અજાણ્યો શખસ ચોરી કરી લઇ જતા ફરીયાદ નોંધાવી હતી . આ મામલે પીએસઆઇ પી. વી. ડોડીયા તપાસ ચલાવી રહયા છે.