બકાલાના વેપારીને ખોરાણા બોલાવી ત્રણ શખ્સોએ 2.20 લાખ પડાવી લીધા
રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગીતા મંદિરની બાજુમાં ફૂટપાથ ઉપરના ઝુંપડામાં રહેતા ત્યાંજ બકાલાનો વેપાર કરતા ગુણવંત ઉર્ફે ગુણો રાજુભાઈ મકવાણા (ઉ.વ.33)ને ખોરાણા બોલાવાયા બાદ ત્રણેક શખ્સોએ રૂૂા. 7 લાખની માગણી કરી, રૂૂા. 2.20 લાખ પડાવી લીધાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પોલીસે જણાવ્યું કે ત્રણેય આરોપીઓની ઓળખ થઇ ગઈ છે.જેના આધારે તેમને ઝડપી લેવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ગુણવંત ઉર્ફે ગુણાએ પોલીસને જણાવ્યું કે ગઇ તા. 25ના રોજ રાત્રે તેના મિત્ર ભૂપી ઉર્ફે ભૂપેન્દ્ર સતનામસિંગ બાવરી (રહે. શ્રધ્ધા પાર્ક, રેલનગર)એ તેને કોલ કરી કહ્યું કે તેના બાઇકમાં પેટ્રોલ ખાલી થઈ ગયું છે. હાલ ખોરાણા ગામે છે. જેથી તેને પેટ્રોલ લઈ આવવાનું કહેતાં મિત્ર ભાણા રાજપૂતની રીક્ષામાં બેસી ખોરાણા પહોંચ્યો હતો.
જ્યાં જોયું તો સ્વીફટ કારમાં તેનો મિત્ર ભૂપી બેઠો હતો. તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સો હતો. જેમાંથી એકે તેને કારમાં બેસી જવાનું કહેતા બેસી ગયો હતો. ત્યાર પછી એક શખ્સે તેને કહ્યું કે તારે મારા મિત્રના રૂૂા. 20 હજાર આપવાના છે. જેની સામે તેણે કહ્યું કે તેને કોઈને પૈસા આપવાના નથી. તે સાથે જ તેના મિત્ર ભૂપીને તે શખ્સોએ મારકૂટ શરૂૂ કરી દીધી હતી. તે વખતે તેણે ત્રણેય શખ્સોને પોતાને અને મિત્રને જવા દેવાની આજીજી કરતાં તેને બેફામ ગાળો ભાંડી હતી.
એટલું જ નહીં પ્લાસ્ટિકના પાઈપ વડે બેફામ માર માર્યો હતો. જેને કારણે ખૂબ જ દુ:ખાવો થતાં પૈસા આપવા તૈયારી બતાવી હતી. આ પછી એક શખ્સે પૂછ્યું કે તું વિજય લટારાને ઓળખશ. તેણે હા પાડતાં વિજયને બોલાવ્યો હતો. આવીને વિજયે કહ્યું કે આ બધા માથાભારે છે, આની સાથે માથાકૂટ ન કરાય, જે હોય તે પતાવી દે. આ વાત સાંભળી તેણે વિજયન મામલો પતાવી દેવાનું કહ્યું હતું. જેણે અજય સાથે વાત કરતાં રૂૂા.સાત લાખની માગણી કરી હતી.તેણે આટલી રકમ નહીં હોવાનું કહેતાં તે શખ્સોએ જો પૈસા નહીં મળે તો મારી નાખવાની ધમકી આપતાં ગભરાઈ ગયો હતો. પરિણામે તેણે મિત્ર ભાણો અને વિજયને બનેવી રણજીત રજપૂત પાસે પૈસા લેવા મોકલ્યો હતો.જેણે પૈસા હોવાની ના પાડતાં તેની બહેન સમિતાબેન પાસે મોકલ્યો હતો. તેણે બનેવી જીજ્ઞેશ મારફત પોતાની રીક્ષા વેચી રૂૂા. 70 હજાર મેળવ્યાં હતાં.જેણે રૂૂા. 1.50 લાખ મોકલ્યા હતાં. તત્કાળ આ રીતે રૂૂા. 2.20 લાખ લઇ ગઇકાલે વિજય અને ભાણો આવતાં આખરે તેને મુક્ત કરાયો હતો.
બાદમાં તેણે 108માં જઈ સિવિલમાં સારવાર લીધી હતી. જ્યાં ડાબા પગમાં ફ્રેક્ચર હોવાનું તબીબે જણાવ્યું હતું. આ રીતે આરોપીઓએ તેના મિત્ર ભૂપીને બંધક બનાવી, તેને બોલાવી, તેની પાસેથી રૂૂા. 2.20 લાખ બળજબરીથી પડાવી લીધા હતાં. ત્રણ આરોપીઓમાં એકનું નામ અજય હતું.જેના એક હાથના આંગળા કપાયેલા છે.આ અંગે હવે કુવાડવા રોડ પોલીસે તપાસ શરૂૂ કરી છે.