લાખના બંગલા પાસે યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલો
શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા રહેતો યુવાન લાખનાં બંગલા પાસે હતો ત્યારે બે શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો . યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામમા રાધા કૃષ્ણ મંદીર પાછળ રહેલા કરણ વિનોદભાઇ ગોહેલ નામનો 19 વર્ષનો યુવાન લાખનાં બંગલા પાસે હતો ત્યારે રવી અને ભરત સહીતનાં શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો . યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમા ભગવતીપરા વિસ્તારમા મહાકાળી માતાજીનાં મંદીર નજીક રહેતી પાયલબેન મનોજભાઇ સોલંકી નામની 17 વર્ષની સગીરા પોતાનાં ઘરે હતી ત્યારે કોઇ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધુ હતુ. સગીરાની તબીયત લથડતા તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
