તું મને ફોનમાં કેમ ગાળો દેશ તેમ કહી યુવાન ઉપર ત્રણ શખ્સનો હુમલો
શહેરમાં જીવરાજ પાર્ક પાસે ભારતનગરમાં રહેતા યુવકને ત્રણ શખ્સોએ તું મને મોબાઇલમાં કેમ ગાળો દેશ તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જીવરાજ પાર્ક પાસે આવેલ ભારતનગરમાં રહેતો નવઘણ ટીડાભાઈ ગમારા નામનો 22 વર્ષનો યુવા રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં 40 ફૂટ રોડ ઉપર ભારતનગર પાસે હતો ત્યારે રાહુલ વકાતર સહિતના શખ્સોએ તું મને મોબાઇલમાં કેમ ગાળો દેશે તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં રેલનગરમાં આવેલ સંતોષીનગરમાં રહેતા રસિક પુનાભાઈ સોલંકી નામનો 35 વર્ષનો યુવાન છત્રપતિ શિવાજી ટાઉનશીપ પાસે શાકભાજી વેચતો હતો ત્યારે એક મહિલા ટમેટા લેવા માટે આવી હતી અને જલ્દીથી ટમેટા આપો તેમ કહ્યું હતું જેથી રસિક સોલંકીએ પહેલા આવેલા ગ્રાહકને આપ્યા બાદ તમને ટમેટા આપીશ તેવું કહેતા મહિલાના પતિએ આવી માર માર્યો હતો યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.