માનસરોવર સોસાયટીમાં માતા સાથે ભાડાનું મકાન ગોતવા નીકળેલા સગીર ઉપર ત્રણ શખ્સોનો હુમલો
શહેરમાં થોરાળા વિસ્તારમાં રહેતો સગીર બાઈક લઈને તેની માતા સાથે માનસરોવર સોસાયટીમાં ભાડાનું મકાન શોધવા ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તુ અહીંયા કેમ ઉભો છે તેવુ કહી ઢીકાપાટુ વડે માર માર્યો હતો. યુવકને ઈજાપહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળામાં રહેતો નિલેશ નરેશભાઈ રાઠોડ નામનો 17 વર્ષનો સગીર બપોરના સમયે આજીડેમ ચોકડી પાસે આવેલ માનસરોવર સોસાયટીમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો.
સગીરને ઈજા પહંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં નિલેશ રાઠોડ તેની માતા મંજુલાબેન સાથે બાઈક લઈને માનસરોવર સોસાટીમાં ભાડાનું મકાન શોધવા માટે ગયો હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ તુ અહીંયા કેમ ઉભો છે તેમ કહી માર માર્યો હોવાો આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા વીરુ નારણભાઈ જાદવ નામનો 18 વર્ષનો યુવાન સાંજના સમયે પોતાના ઘર પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટેસિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.