લાખાજીરાજ રોડ પર દુકાન સામે વાહન પાર્ક કરવાની ના પાડતા વેપારી પર ત્રણ શખ્સનો હૂમલો
પેલેસ રોડ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા યશભાઇ અજયભાઇ દોષી(ઉ.વ.28)એ પોતાની ફરિયાદમાં નવલ પરમાર,જય અને સાગરનું નામ આપતા તેમની સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.યશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું લાખાજીરાજ રોડ ઉપર પ્રણામી મંદિર ની બાજુમા રોનક નામની લેડીસ કપડાની દુકાન છે ત્યા બેસી વેપાર ધંઘો કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છું.
ગઇ તા.15/07 ના રોજ રાત્રે અમો બધા અમારી દુકાને હતા અને આ વખતે અમારી દુકાન ની સામે અમારી બાજુની દુકાન વાળા જશી ક્રીએશનનો સામાન રાખતા હોય અને તેના વાહનો પાર્ક કરતા હોય જેથી મારો મોટા ભાઇ બ્રીજેશભાઈ તેઓને સમજાવવા ગયેલ અને કહેલ કે તમારો સામાન અમારી દુકાને આગળ થી લઈ લેજો અમારે નડતર રૂૂપ થાય તેવુ સમજાવવા ગયેલ ત્યારે અમારી બાજુની દુકાનમા કામ કરતા નવલ પરમાર, જય અને સાગર ત્રણેય લોકો મારા ભાઈની સાથે ઝગડો માથાકૂટ કરી ગાળો દેવા લાગ્યા હતા.
શેરીમા રોડ ઉપર દેકારો થવા લાગતા અમે બધા રોડ ઉપર ગયેલ અને ત્યા જોયેલ તો નવલ પરમાર,જય અને સાગર ત્રણેય મારા ભાઈ સાથે ઝગડો કરતા હોય જેથી અમે ઝઘડો કરવાની ના પાડતા મારી સાથે પણ આ લોકો એ ઝગડો કરેલ અને બન્ને મને ગાળો દેવા લાગેલ અને મે ગાળો બોલવાની ના પાડતા સાગર અને જય મને આડેધડ શરીરે ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા અને મારો ભાઇ બ્રીજેશ મને વચ્ચે પડી છોડાવા જતા જય અને સાગર બન્ને મારા ભાઇને માર મારવા લાગ્યા હતા અને ત્યા રોડ ઉપર દુકાન બહાર પ્લાસ્ટીકના ડમી સ્ટેચ્યુમાથી પ્લાસ્ટીકના હાથ બન્નેએ એક એક હાથ કાઢી મારા મોટા ભાઇ બ્રીજેશભાઈને આડેધડ શરીરે મારવા લાગતા અને રોડ ઉપર માણસો ભેગા થઈ ગયા હતા.આ જય એ અમને કહેલ કે પોલીસ ફરીયાદ કરીશ તો ત મારા સામે એટ્રોસીટીની ફરીયાદ કરીશ તેવી ધમકી આપેલ હતી અને કોઇએ 100 નંબર ઉપર ફોન કરતા પોલીસની ગાડી આવેલ હતી પરંતુ અમને મારી નાખવીની ધમકી અને અમારી સામે ખોટી રીતે એટ્રોસીટીનો કેશ કરવાની ધમકી આપેલ હતી.આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.