ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સૌરાષ્ટ્રમાં તરખાટ મચાવનાર કંજર ગેંગના ત્રણ ઝડપાયા, છ ચોરીના ભેદ ખુલ્યા

12:01 PM Oct 18, 2025 IST | Bhumika
Advertisement

રાજસ્થાનની કંજર ગેંગ મીની ટ્રકમાં ચોરી કરવા નીકળતી, રાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરીને અંજામ આપ્યો, ટોળકીના ત્રણ શખ્સો ફરાર, ગ્રામ્ય LCBની કામગીરી

Advertisement

સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી તરખાટ મચાવનાર રાજસ્થાનના બુંદિ જિલ્લાની કંજર તરીકે ઓળખાતી ગેંગના ત્રણ સભ્યોને રાજકોટ રૂૂરલ એલસીબીએ ઝડપી લઇ રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લામાં ઘરફોડી અને વાહન ચોરીના ભેદ ઉકેલી નાખ્યો છે.

કંજર ગેંગ મિનિ ટ્રક લઈ ચોરી કરવા જાય છે. ટૂક હાઈ-વે પાસેની કોઈ હોટલે પાર્ક કરી નજીકમાંથી બાઈકની ચોરી કરી તેની ઉપર બેસી બારોબારની સોસાયટી ચોરી કરતી હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમ છેલ્લા ઘણા દિવસથી કંજર ગેંગને પકડવા વોચ માં હતી. આખરે આ ગેંગના ત્રણ સભ્યોને પકડવામાં સફળતા મળી છે.

રાજસ્થાનના બુંદિ જિલ્લાની કંજર તરીકે ઓળખાતી ગેંગના ત્રણ સભ્યો બુધરાજ રામસ્વરૂૂપ મીયાભાઇ કંજર, સરમા રામસ્વરૂૂપ મીયાભાઇ કંજર, સુમીત પપ્પુ લાદુરામ કુમાવત (કંજર) ને ઝડપી લીધા હતા. પુછપરછમાં આ ગેંગના પપ્પુ લાદુરામ કુમાવત,દિપક બાબુલાલ કંજર અને પપ્પુ લાદુરામ કુમાવતના નામ ખુલ્યા છે. જેમને ઝડપી લેવા એલસીબીએ તજવીજ કરી છે.

ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી બે મિનિ ટ્રક ઉપરાંત મોબાઈલ ફોન સહિત કાર્યો કુલ રૂૂા. 10.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં આ ગેંગે ગોડલ નજીક આવેલા એક ગામમાંથી, ગોંડલ નજીકજ આવેલા બીજા ગામના બે રહેણાંક મકાનોમાંથી, આટકોટ નજીકના ગામમાં મકાનમાંથી, માર્કેટયાર્ડની સામેઆવેલ સોસાયટીમાં સ્થિત મકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી છે. આ ઉપરાંત આ ગેંગ ગોંડલ નજીકના હાઈ-વે પર ટ્રક પાર્ક કરી એક બાઈકની ચોરી કરી તેમાં બેસી ચોરી કરવા ગઈ હતી. પરંતુ બંધ મકાન નહીં દેખાતા બીજા ગામમાં જઈ ચોરી કરેલું બાઈક મૂકી ત્યાંથી બીજું બાઈક લઈ ગોંડલ શહેર પહેલાં આવતી ચોકડી નજીકની સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી કરવાની કોશિષ કરી હતી. ત્યાર પછી પેટ્રોલ પંપ નજીક ચોરી કરેલું બાઈક ખાડામાં નાખી દીધું હતું. ઉપરાંત વાંકાનેર શહેરની આજુ-બાજુમાંથી ત્રણ બાઈકની ચોરી કરી તેમાં બેસી રહેણાંક મકાનોમાં ચોરીની કોશિષ આવતાં ત્રણેય ચોરાઉ બાઈક અલગ-હતી મત્તા હાથમાં અલગ જગ્યાએ મુકી ભાગી ગયા હતા. આ ગેંગ ચોરી કર્યા બાદ મિનિ ટ્રકમાંજ પોતાના વતન ભાગી જતા હતા.

જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચના હેઠળ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ આર.વી.ભીમાણી તથા એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસો ASI ઇન્દ્રસિંહ જાડેજા, ASI જયવિરસિંહ રાણા, ASI અનિલભાઇ ગુજરાતી, ASI બાલકુષ્ણભાઇ ત્રીવેદી, ASI અમીતસિંહ જાડેજા, ASI શકિતસિંહ જાડેજા, HC ભગીરથસિંહ જાડેજા, HC મનોજભાઇ બાયલ, HC રસીકભાઈ જમોડ, HC ઘનશ્યામસિંહ જાડેજા, HC હરેશભાઇ પરમાર, HC વાઘાભાઈ આલ, HC ધર્મેશભાઇ બાવળીયા, HC પ્રણયભાઇ સાવરીયા, HC દિવ્યેશભાઇ સુવા, HC અરવિંદસિંહ જાડેજા, IIC કૌશિકભાઇ જોષી, PC મહિપાલસિંહ ચુડાસમા, PC ભાવેશભાઇ મકવાણા, PC વિજયભાઇ સિંહારએ કામગીરિક કરી હતી.

Tags :
crimegujaratgujarat newsSaurashtraSaurashtra news
Advertisement
Next Article
Advertisement