ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચડ્ડી બનિયાન ધારી ગેંગના ત્રણ સભ્યો ઝબ્બે

04:53 PM Aug 23, 2025 IST | Bhumika
Advertisement

ચોરીનું સોનું ખરીદનાર સોની વેપારી અને ગેંગના અન્ય એક સભ્યની ધરપકડની તજવીજ

Advertisement

રાજકોટના ભાગોળે વડવાજળી ગામે થોડા દિવસો પૂર્વે જડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી અને ત્યાં રહેતાં દિનેશભાઈ વાણીયાના મકાનમાં દોઢેક માસ પહેલાં ત્રાટકેલા તસ્કરો રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂૂા.2.80 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. જતા-જતા સોસાયટીમાંથી બે બાઈક પણ ઉપાડી ગયા હતા. મેટોડા જીઆઈડીસી પોલીસે આ ચોરીમાં સંડોવાયેલી ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. આ મામલે ચોરીનું સોનુ ખરીદનાર સોની વેપારી અને ટોળકીના અન્ય એક સાગ્રીતને પકડવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાના નવનિયુકત એસ.પી.વિજયસિંહ ગુર્જરે આજે પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, પકડાયેલા ટોળકીના ત્રણેય સભ્યો મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર અને ધાર જીલ્લાના વતની જીતેન સોમસીંગ ચૌહાણ, જોહરૂૂ ધનસીંગ બામણીયા અને મહેન્દ્રસિંહ ભોવાનસિંહ મેહડાનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ છે. જીતેન કુંકાવાવના ફુલડા ગામે, જોહરૂૂ ટંકારા પંથકમાં વાડી વાવે છે.

ત્રણેય આરોપીઓએ હાલ વોન્ટેડ દિનેશ મસાનીયા સાથે મળી આ ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી સોનાનો ચેન, રોકડ રકમ, બાઈક, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂૂા.2.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી જીતેન મધ્યપ્રદેશમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે.જયારે જોહરૂૂ પણ મધ્યપ્રદેશમાં ચોરીના ગુના ઉપરાંત પોકસોમાં પકડાઈ ચુકયો છે. બીજો આરોપી મહેન્દ્રસિંહ પણ મધ્યપ્રદેશમાં ચોરી, લુંટ અને મારામારી સહિતના ગુનાઓમાં પકડાઈ ચુકયો છે. ચોરીનું સોનુ ખરીદનાર સોની વેપારીની પણ આગામી દિવસોમાં ધરપકડ કરવામાં આવશે.

મેટોડા જીઆઈડીસીના પીઆઈ એસ.એચ. શર્માએ સાથે સ્ટાફના મયુરસિંહ, યોગીરાજસિંહ, હરેશભાઈ, જશમતભાઈ, રાજદીપસિંહ, રઉભાઈ, શક્તિસિંહ અને નીતિનકુમાર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsrajkot police
Advertisement
Next Article
Advertisement