સૌરાષ્ટ્રના મંદિરોમાં ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે પોણા બે માસ પહેલા મંદિર માંથી રૂૂ. 44 હજાર થી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે એક બાળક સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીનો ભેદ ઉકેલ નાખ્યો છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળના મકાજી મેઘપર ગામે વાછરાદાદાના મંદીર , મચ્છુમાના મંદીર મા તથા મેલડી માતાના મંદીરમાં આશરે પોણા બે મહીના પહેલા કોઈ અજાણ્યા ઇસમોએ મંદીરોમા પ્રવેશ કરીને દાનપેટીઓ તોડીને આશરે રોકડા રૂૂપીયા 32650 તથા એક સોનાનો પારો જેની કી.રૂૂ. 12000 મળીને કુલ રૂૂપીયા 44650ની માલમતાની ચોરી થવા પામી હતી.
આથી જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનિની સૂચનાથી કાલાવડ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર પી જી પનારા દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી બનાવ સ્થળના સી.સી.ટી.વી કેમેરા તેમજ આ પ્રકારના એમઓ થી મંદીર ચોરીઓ થયેલ હોય તેવી જગ્યાએથી સી.સી.ટી.વી. કેમરા ના કુટેજ મેળવવામા આવ્યા હતા. તેમજ તે તમામ જગ્યાના ટાવર ડમ્પ લઈ ટેકનીકલ એનાલીસીસની કામગીરી કરવામાં આવેલ અને સી.સી.ટી.વી. કેમેરામાં પરપ્રાંતીય મજુરો જેવા ઇસમોએ ચોરી કરેલનું જણાતુ હોય જેથી બનાવ સ્થળની આજુબાજુના વિસ્તારના મજુરોને ચેક કરવામાં આવ્યા હતા.
અને તપાસ કરવામાં આવી હતી.જેમાં પરપ્રાંતીય મજુરોની ગેંગ મંદીર ચોરીઓ કરતા હોવાનું તપાસ માં ખુલવા પામ્યું હતું. પોલીસને મળેલ બાતમીના આધારે કાલાવડ તાલુકાના મોટા વડાળાગામના પાટીયા પાસે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટાફ દ્વારા વોચ રાખીને બે આરોપીઓને મોટરસાઇકલ તથા ચોરી કરવાના સાધનો સાથે પકડી પાડવામાં આવ્યા હતાં અને તેની અટક કરવામાં આવી હતી. બન્ને આરોપીઓની પુછપરછ કરતા વધુ એક કાયદાથી સંઘર્ષીત કીશોર સડોવાયેલ હોવાનું જણાઇ આવતા તેને પણ પો.સ્ટે લાવી પુછપરછ કરી ચોરીમાં તેના ભાગમાં આવેલ રોકડ રકમ તથા મોબાઈલ કબ્જે કરવામાં આવેલ છે.
ઝડપાયેલા આરોપી માં જુવાનસિંગ ઉર્ફે ભરત જ્ઞાનસિંહ વસુનીયા (ઉવ.30) અને હરેશ છીતુભાઈ માવી (ઉ.વ.20) તથા કિશોરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસે થી 52500ની રોકડ, એક સોનાનો પારો જેની કી.રૂૂ.12000, ચાંદીના નાગ નંગ-04 જેની કી.રૂૂ.7000, ધાતુના બે હાર તથા બે ધાતુની બુટી જેની કી.રૂૂ.1500, બે મોટરસાઈકલ કી.રૂૂ.40000, ત્રણ મોબાઇલ ફોન જેની કી.રૂૂ.15000,. ચોરી કરવામાં વાપરેલ હથીયારો રૂૂ. 200ની કિંમતના મળી કુલ રૂૂ.1,28,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ત્રણેય આરોપી અનેક સ્થળોએ ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. જેમાં આજ થી આશરે બે મહીના પહેલા ત્રણેય આરોપી એ રાત્રીના ધ્રોલ તાલુકાના ગોલીટા ગામ ખાતે આવેલ અને ત્યા મેથામામાના મંદિરે દાનપેટી તોડી તેમાંથી આશરે 15,000 રોકડા રૂૂપીયાની ચોરી કરેલ હતી. આજથી દોઢેક મહીના પહેલા રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના વિસામણ ગામ ખાતે આરોપીએ સાથે મળીને પાન-મસાલાની દુકાનમાથી પાન-મસાલા તથા ખાણી-પીણીની વસ્તુનો સામાન આશરે 10,000 જેટલો તથા સરમરીયા ડાડાના મંદિર માથી ચાંદીના નાગ-04 તથા ધાતુના બે હાર તથા બે ધાતુની બુટી તથા દાનપેટીમાંથી રોકડ રૂૂપીયા 1500ની ચોરી કરી હતી.
આજથી આશરે દોઢેક મહીના પહેલા વિસામણ ગામે ચોરી કરેલ તે પછીની બીજી રાત્રે દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ વેરાડ ગામે આરોપી ઓ એ સાથે મળીને ત્યાં મંદિરની દાનપેટીમાંથી તોડી તેમાંથી 1000 રૂૂપીયાની ચોરી કરી હતી. તે પછીની બીજી રાત્રે કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે આરોપી ઓ એ સાથે મળીને ત્યાં મહાદેવનના મંદિરની દાનપેટી તોડીને રોકડા રૂૂપિયા 1500 તથા તેની બાજુમાં આવેલ સુરાપુરા દાદાના મંદિરમાં આવેલ દાનપેટી તોડીને આશરે રોકડા રૂૂપીયા 1500ની ચોરી કરી હતી. તે પછીની બીજી રાત્રીએ રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના નાનાખીજડીયા ગામે મહાદેવ મંદિરની દાન પેટી તોડેલ તથા મામાદેવના મંદિરની દાન પેટી તોડેલ જેમાથી રૂૂ.1500 રોકડ ની ચોરી કરેલ હતી. તે જ રાત્રીના જીલરીયા ગામે પરત આવતા રસ્તામાં પડધરી તાલુકાના નાનીચણોલ ગામે રોડ પર આવેલ પાન મસાલા દુકાન તોડેલ હતી અને તેમાથી ખાણી પીણીની તેમજ પાન મસાલાની ચીજવસ્તુઓની ચોરી કરેલ હતી.