જામકંડોરણાના જસાપર ગામે વેપારીના બંધ મકાનમાંથી ત્રણ લાખની ચોરી
નવસારી રહેતા વેપારીના બંધ મકાનમાં તસ્કરો હાથ ફેરો કરી ગયા
જામ કંડોરણાના જશાપર ગામે તસ્કરો ત્રાંટક્યા હતાં નવસારીમાં સાબુની ફેક્ટરી ધરાવતા વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ ંહતું અને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી રૂા. 3 લાખની મત્તા તસ્કરો ચોરી ગયા હતાં. વેપારીના પત્ની પુત્રીને પ્રસૃતિ માટે ઉપલેટા ગયા હતા જ્યારે તેમની માતા ખેતરે ગયા ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હોય જેમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી વિગતો મુજબ જામ કંડોરણાના જશાપર ગામે મકાન ધરાવતા હાલ નવસારી જિલ્લાના ખેડ ગામ તાલુકાના પાણી ખડક ગામે રહેતા અને સાબુની ફેક્ટરી ચલાવતા મનસુખભાઈ મોહનભાઈ રામોલિયાના બંધ મકાનમાં રૂા. 3 લાખની ચોરી થઈ હતી.
ગઈ તા. 17-1ના રોજ ચોરીનો બનાવ બન્યો હતો. મનસુખભાઈએ નવસારીથી આવીને આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તેઓ નવસારી જિલ્લામાં સાબુની ફેક્ટરી ચલાવતા હોય અને જામકંડોરણાના જસાપર ગામે તેમના માતા અને પત્ની રહે છે. પુત્રીની પ્રસૃતિ માટે તેમના પત્ની ઉપલેટા યા હતા.
ત્યારે તેમના માતા જસાપર ગામથી થોડેદૂર આવેલા ખેતરે ગયા હોય ત્યારે બંધ પડેલા મકાનમાં દિવાલ ટપી અંદર આવી તસ્કરો દરવાજાના નકુચા તોડી લોખંડના કબાટમાં તિજોરીમાં રાખેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂા. 3 લાખની મત્તા ચોરી ગયા હતા.ં